ડાક્ટરના પિતા પર લાકડી વડે હુમલો, કાંડું તોડી જાનથી મારવાની ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરના સીદસર ગામમાં ઘટના બની
ક્લિનિક બંધ કરાવવાની અને વધુ પૈસા લેવાના ખોટા આક્ષેપો સાથે શખ્સે આચર્યો આતંક
ભાવનગર - સીદસર ગામમાં આધેડના પુત્રનું દવાખાનું ચાલતું હોય ગામના શખ્સે ખોટી રીતે દવાખાનુ ચાલતુ હોય અને તુ માણસો પાસેથી વધારે પૈસાઓ લઈને ખોટી રીતે લુટે છો તેમ કહી શખ્સે ઉશ્કેરાઈ ડોક્ટરના પિતાને ફોનમાં ગાળો આપી દવાખાનામાં ઘૂસી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના સીદસર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીદસર બસ સ્ટેન્ડ પાસે આવેલા 'મહાવીર ક્લિનિકદ માં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૫૫ વર્ષીય નરેન્દ્રભાઈ બંસીદાસ વૈષ્ણવ પર સ્થાનિક શખ્સે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.દરમિયાનમાં નરેન્દ્રભાઈના પુત્ર સિધ્ધાર્થનું દવાખાનું બંધ કરાવવાના ઈરાદે સુરેશ કાવાભાઈ ચાવડાએ અગાઉ ફોન પર ગાળો આપી ધમકી આપી હતી. સુરેશનું કહેવું હતું કે તમે લોકો દર્દીઓ પાસેથી વધુ પૈસા લો છો.તેમ કહી ગત તારીખ ૩ જુલાઈના રોજ સવારે સુરેશ કુંડલીવાળી લાકડી લઈને દવાખાનામાં ઘૂસી ગયો હતો અને નરેન્દ્રભાઈ પર હુમલો ગંભીર ઇજા પહોંચાડી હતી.આસપાસના લોકો દોડી આવતા નરેન્દ્રભાઈનો જીવ બચ્યો હતો, પરંતુ સુરેશએ 'હવે પછી આડોઅવળો થયો તો છરી મારી દઈશદ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




