મતદાર નામ નોંધણી માટે ચૂંટણી શાખા દ્વારા કાયમી કાઉન્ટર શરૃ કરવા માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેમ્પ સમયે જ મતદારનું કામ થતું હોય
બહારગામ કે નોકરીયાત વર્ગ માટે સ્થાનિક કક્ષાએ કેન્દ્ર શરૃ કરવા માંગણી
ભાવનગર - મતદારોના નામ નોંધવા વિસ્તાર વાઇઝ બીએલઓ નિમાયા છે. પરંતુ આ કામગીરી જ્યારે કેમ્પ હોય ત્યારે જ થતી હોય સીટી મામલતદાર કચેરી સ્થિત ચૂંટણી શાખા દ્વારા નિયમિત કામગીરી શરૃ રાખવા માંગણી ઉઠવા પામી છે જેથી બહારગામના કે નોકરીયાત વગેરે નામ ઉમેરવાની કામગીરી સરળતાથી થઇ શકે.
ભાવનગર શહેરમાં મતદાન માટે યોગ્ય ઉંમર થતી હોય તેવા મતદારોના નામ નોંધાવવા માટે જે તે વિસ્તારના બુથ લેવલ બીએલઓની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ બીએલઓ શાળાની જવાબદારી નિભાવતા હોય એલે મતદાર યાદીમાં નામ ઉમેરવા તેઓ પાસે સમય રહેતો નથી તેઓ માત્ર ચૂંટણી પંચ દ્વારા જ્યારે કેમ્પ યોજાય ત્યારે જ મતદાર યાદીને લગતી કામગીરી કરતા હોય છે તેથી સીટી મામલતદાર કચેરી ખાતે આવેલ ચૂંટણી શાખા દ્વારા નવા મતદારોના નામ ઉમેરવા કામગીરી કરવામાં આવે તો મતદારોને મળેલ મતદાનનો અધિકાર પ્રાપ્ત થશે. તેથી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેમ સામાજિક કાર્યકર ચંદુભાઇ બલર દ્વારા માંગણી કરાઇ છે.




