એમબીબીએસ બોન્ડ ભરતીનું સંપૂર્ણ મેરિટ જાહેર કરવા માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રથમ રાઉન્ડમાં ૧૪૯૦ ઉમેદવારોની યાદી જાહેર થઈ
વિદ્યાર્થીઓ દ્વારા પાંચ મુખ્ય માંગણીઓ સાથે ડીન, સુપ્રિટેન્ડન્ટ અને આરડીડીને રજૂઆત કરવામાં આવી
ભાવનગર - એમબીબીએસ પૂર્ણ કરેલા તબીબોને બોન્ડ ડયૂટીમાં વિલંબ બાદ પ્રથમ રાઉન્ડમાં માત્ર ૧૪૯૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા તબીબો દ્વારા એમબીબીએસ બોન્ડ ભરતીનું સંપૂર્ણ મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ડીન, સુપ્રિટેન્ડન્ટ અને આરડીડીને રજૂઆત કરવામાં આવી છે.
એમબીબીએસ પૂર્ણ કરેલા તબીબોને ફાળવાતી બોન્ડ ડયૂટીમાં વિલંબ બાદ બોન્ડ ભરતી પ્રક્રિયામાં માત્ર ૧૪૯૦ સુધીના મેરિટ ધરાવતા ઉમેદવારોને જ પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી અન્ય લાયક ૧૮૪૬ ઉમેદવારોને પ્રથમ રાઉન્ડથી વંચિત રાખવામાં આવતા એમબીબીએસ યુજી બેચ ૨૦૨૦ની ઈન્ટર્નશીપ પૂર્ણ કરનારા બોન્ડેડ મેડિકલ ઓફિસરના ઉમેદવારોએ આજે સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન, સર ટી.હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને વિભાગિય નાયબ નિયામકને એમબીબીએસ બોન્ડ ભરતી ૨૦૨૬માં સંપૂર્ણ મેરીટ લિસ્ટ જાહેર કરી તમામ લાયક ઉમેદવારોને સમાન તક આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. જેમાં સંપૂર્ણ મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવે, પ્રથમ રાઉન્ડમાં સમાન તક આપી માર્ચ-એપ્રીલમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરેલા ઉમેદવારોને તેમનો વિલંબિત સમયગાળો બોન્ડ સેવામાંથી માફ કરવામાં આવે, મેડિકલ કોલેજોમાં ખાલી પડેલ જુનિયર રેસિડન્ટ અને ટયુટરની જગ્યાઓ પર બોન્ડ ઉમેદવારોની ફાળવણી કરવામાં આવે અને તે સમયગાળો બોન્ડ તરીકે ગણવામાં આવે, નિર્ધારિત સમયમાં બોન્ડની ફાળવણી શક્ય ન હોય તેવા ઉમેદવારોને તાત્કાલિક એનઓસી આપવામાં આવે અને બોન્ડેડ મેડિકલ ઓફિસરને પણ કાયમી મેડિકલ ઓફિસરની જેટલું માસિક માનદ વેતન આપવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે.









