Bhavnagar

દિવાળીના તહેવારમાં રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગર જિલ્લામાં દિવાળી દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા મુજબ, ઈ-કોમર્સ વેબસાઈટ કે વિદેશી ફટાકડાનું વેચાણ નહીં થાય. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોને 100 મીટરની ત્રિજ્યામાં સાયલન્ટ ઝોન જાહેર કરાયા છે. નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીના તહેવારમાં રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

ઈ-કોમર્સ વેબસાઈટો પરથી ઓર્ડર કે વિદેશી ફટાકડા વેચાણ નહીં કરી શકાય

હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોને સાયલન્ટ ઝોન જાહેર કરાયા

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના માત્ર બે કલાક જ ફટાકડા ફોડવી શકાશે. આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ જારી કર્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તા.૮-૧૧ના રોજ દિવાળી અને અન્ય તહેવારોમાં જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણથી વિપરીત અસરથી રક્ષણ આપવા માટે સુપ્રીમ કોર્ટે દિશાનિર્દેશો જારી કર્યા છે. ફટાકડા ફોડવાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જનતાની સલામતી માટે તા.૪-૧૧થી તા.૩૦-૧૧ દરમિયાન જિલ્લામાં રાત્રિના ૮થી ૧૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. જાહેરનામા અનુસાર સિરીઝમાં જોડાયેલા ફટાકડાનું વેચાણ કે ફોડી શકાશે નહીં. અધિકૃત બનાવટવાળા અને માય ધ્વનિ સ્તરવાળા જ ફટાકડા વેચી-વાપરી શકાશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરી આવા વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત વિદેશી ફટાકડાની આયાત-વેચાણ નહીં કરી શકાય. ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડાના ઓનલાઈન ઓર્ડર લઈ કે વેચાણ નહીં કરી શકાય. તેમજ શહેરની મુખ્ય બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલપીજી બોટલીંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અને અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો, હવાઈમથકની નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.