Bhavnagar

વોટ્સઅપ ગુ્રપમાં ગાળો આપી ધમકી આપનાર સુરતના વેપારી સામે ભાવનગરમાં ફરિયાદ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં 'મોબાઈલ વર્લ્ડ'ના આશિષ છગનાણીએ સુરતના તુષાર ગોસાઈ વિરુદ્ધ નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીઓના વોટ્સએપ ગ્રુપમાં ધંધાકીય ચર્ચા દરમિયાન, તુષારે આશિષને નિશાન બનાવી 6-7 ઓડિયો ક્લિપમાં ગાળો ભાંડી હતી. તેણે ફોન પર પણ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને માતા વિશે અભદ્ર શબ્દો વાપર્યા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સઅપ ગુ્રપમાં ગાળો આપી ધમકી આપનાર સુરતના વેપારી સામે ભાવનગરમાં ફરિયાદ

નીલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બીઝનેસ ગુ્રપમાં બોલાચાલી બાદ ઓડિયો ક્લિપ્સ મૂકી મહિલાઓ વિશે અભદ્ર શબ્દો વાપર્યા

ભાવનગર -  ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા માધવ દર્શન એપાર્ટમેન્ટમાં 'મોબાઈલ વર્લ્ડ' નામે દુકાન ધરાવતા અને છૂટક વેપાર કરતા આશિષભાઈ સુભાષભાઈ છગનાણી (ઉં.વ. ૨૫, રહે. રસાલા કેમ્પ, ભાવનગર) દ્વારા સુરતના એક વેપારી વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગત તા. વાઘાવાડી રોડ પર આવેલા માધવ દર્શન એપાર્ટમેન્ટમાં મોબાઈલ વર્લ્ડ નામે દુકાન ધરાવતા અને છૂટક વેપાર કરતા આશિષભાઈ સુભાષભાઈ છગનાણી (ઉં.વ. ૨૫, રહે. રસાલા કેમ્પ, ભાવનગર)  પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન વેપારીઓના ઓલ લિંક નામના વોટ્સઅપ ગ્પમાં ધંધાકીય બાબતે ચર્ચા ચાલી રહી હતી. તે સમયે અગાઉ જેની સાથે વેપારનો સંબંધ હતો તેવા સુરત ખાતે રહેતા તુષાર ગોસાઈ નામના શખ્સે ગુ્રપમાં વાતો પસંદ ન આવતા આશિષભાઈને લક્ષ્ય બનાવી ગાળો આપતા ૬ થી ૭ ઓડિયો રેકોર્ડીંગ ગુ્રપમાં વાયરલ કર્યા હતા.આટલેથી ન અટકતા આરોપી તુષાર ગોસાઈએ આશિષભાઈના મોબાઈલ પર વોટ્સઅપ કોલ કરીને ગાળાગાળી કરી હતી. તેણે આશિષભાઈને સામો આવવા પડકાર ફેંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ માતા વિશે અત્યંત અભદ્ર અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ બનાવ અંગે આશિષભાઈએ પોતાના ભાઈઓ સાથે ચર્ચા કર્યા બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નીલમબાગ પોલીસે સુરતના તુષાર ગોસાઈ વિરુદ્ધ બી.એન.એસ ની કલમ ૩૫૨, ૩૫૧(૨) અને ૩૫૧(૪) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે