Bhavnagar

કાળનો પંજો, ત્રાપજ પાસે ઊભેલા ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી જતાં ૭ લોકોના મોત

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં મંગળવારે વહેલી સવારે કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અલંગ કામ પર જતા 7 યુવાનોના કરુણ મોતથી ભાવનગર શોકમાં ગરકાવ થયું હતું. ત્રાપજ ગામ નજીક સવસ રોડ પર બોલેરો કાર બંધ ટ્રેલર પાછળ ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી. મૃતકોના પરિવારજનોના આક્રંદથી સર ટી. હોસ્પિટલ પરિસર ધુ્રજી ઉઠ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કાળનો પંજો, ત્રાપજ પાસે ઊભેલા ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી જતાં ૭ લોકોના મોત

પરિવારજનોના આક્રંદથી સર ટી. હોસ્પિટલ પરિસર ધુ્રજી ઊઠયું

સવારની મિનીટોમાં હસતા-રમતા જીવો કાળનો કોળિયો બન્યા, ભાવનગરનાં સાત યુવાનો અલંગ કામ કરવા માટે જતા અકસ્માત સર્જાયો

ભાવનગર -  મંગળવારની વહેલી સવાર ભાવનગર માટે કોઈ કાળમુખી આફત લઈને આવી હતી. રોજીરોટી કમાવા માટે ઘરની બહાર નીકળેલા સાત આશાસ્પદ યુવાનો માટે આ સવાર અંતિમ સાબિત થઈ છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ નજીક સવસ રોડ પર બનેલી એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક ઘટનામાં બોલેરો કાર બંધ ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં કારમાં સવાર તમામ ૭ કર્મચારીઓના કરૃણ મોત નિપજ્યા છે. આ અકસ્માતે સમગ્ર ભાવનગર પંથકને ઘેરા શોકની કાલિમામાં ડૂબાડી દીધું છે.

મળતી વિગતો અનુસાર, ભાવનગર ખાતે રહેતા અને અલંગના પ્લોટ નં. ૧૩૮ માં નોકરી કરતા સાત મિત્રોવિજયભાઈ ચંદુભાઈ વોરા, પિયુષભાઈ બીપીનચંદ્ર શાહ, પ્રીતેશભાઇ બીપીનચંદ્રભાઇ ભાયાણી, ભાર્ગવભાઈ ગોસાઈ, હિરેનભાઈ મહેતા, યોગેશભાઈ નટુભાઈ અજમેરા અને જયેશભાઈ હિંમતભાઈ વાસાણીદરરોજની જેમ બોલેરો કાર (જીજે-૦૪-ઈપી-૨૫૯૯) માં સવાર થઈને અલંગ ખાતે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા.

દરમિયાન ત્રાપજ નજીક પહોંચતા જ સવસ રોડ પર બંધ હાલતમાં ઊભેલા ટ્રેલર નંબર (આરજે-૩૨-જીએ-૯૮૭૧) પાછળ કાળ બનીને આવેલી બોલેરો ધડાકાભેર આ અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ અને ભયાનક હતી કે બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને વ્હીલ પણ બહાર ફેંકાઈ ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અકસ્માત એટલો કરૃણ હતો કે બોલેરોમાં સવાર વિજયભાઈ, પિયુષભાઈ, પ્રીતેશભાઇ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈના ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.અતિ ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા જયેશભાઈ વાસાણીને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું, સારવાર દરમિયાન જયેશભાઈએ પણ અંતિમ શ્વાસ લેતા મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો હતો.બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા એસપી, ડીવાયએસપી અને ત્રણ પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આઈસરમાં મૃતદેહો લવાયા,પતરાં તોડીને શવ બહાર કાઢવા પડયા

અકસ્માત બાદ કારમાં મૃતદેહો એવી રીતે ફસાયા હતા કે લોખંડના સળિયાની મદદથી દરવાજા તોડીને તેમને બહાર કાઢવાની નૌબત આવી હતી. કાળજું કંપાવી દેતી આ ઘટનામાં તમામ મૃતકોના શવને આઈસર વાહનમાં ભરીને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં કરુણ આક્રંદ,૧૬ ફેબુ્રઆરીએ પુત્રના લગ્ન હતા ને પિતાની અર્થી ઉઠી

સર ટી. હોસ્પિટલનું પંચનામું અને પીએમ રૃમ પરિસર મૃતકોના પરિજનોના કરુણ આક્રંદથી ગુંજી ઊઠયું હતું. મારો હિરેન ક્યાં છે. તેવી એક મહિલા સંબંધીની કરુણ બૂમોએ ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી.આ અકસ્માત કેટલો ક્ર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતક પિયુષભાઈ શાહના ઘરમાં આવતા વર્ષે ૧૬ ફેબુ્રઆરી, ૨૦૨૭ના રોજ પુત્રના લગ્નનું શરણાઈ વાદન થવાનું હતું, પરંતુ એ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. કાળના ક્ર ચક્ર આગળ અસહાય બનેલા પરિવારજનોના કરુણ રુદનથી આખું ભાવનગર ગમગીન બની ગયું છે.