Bhavnagar

સિહોરમાં ભરચોમાસે પાણીની પળોજણથી નાગરિકો પરેશાન

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
સિહોરમાં નગરપાલિકા તંત્રની બેદરકારીથી લોકોને ચોમાસામાં પણ પાણીની સમસ્યા સતાવી રહી છે. 17 વર્ષ પહેલાં 1.5 કરોડના ખર્ચે બનેલો 14 MLD ફિલ્ટર પ્લાન્ટ નિષ્ફળ ગયો છે. પરિણામે, લોકોને દુર્ગંધયુક્ત પાણી મળતા રોગચાળાનો ભય છે. આખા વર્ષનો વેરો ભરવા છતાં માત્ર 2 મહિના પાણી અપાય છે. લોકો આઠથી દસ દિવસે એકવાર પાણી મળતા રોષે ભરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરમાં ભરચોમાસે પાણીની પળોજણથી નાગરિકો પરેશાન

આખા વર્ષનો વેરો ભરવા છતાં માંડ બે માસ જેટલું જ પાણીનું થતું વિતરણ

દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરાતું હોવાથી લોકો રોગનો ભોગ બની રહ્યા હોવાનો કકળાટ

સિહોર -  સિહોરમાં નગરપાલિકા તંત્ર અને સત્તાધીશોની મેલીમુરાદના કારણે ભરચોમાસામાં લોકોને પાણીની પળોજણનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે નાગરિકોને પાણી માટે કાયમી પરેશાની વેઠવાનો વખત આવ્યો છે.

સિહોરમાં ૧૭ વર્ષ પૂર્વે દોઢેક કરોડના ખર્ચે ૧૪ એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કામગીરી નબળી કરવામાં આવી હોય, લોકાર્પણના બે દિવસમાં જ પાણી ઓછું થવાનો કકળાટ થયો હતો. ફિલ્ટર પ્લાન હોવા છતાં પણ લોકોને શુદ્ધ અને ફિલ્ટરયુક્ત પાણી મળી રહ્યું નથી. જેના કારણે ઘરે-ઘરે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભય કાયમ રહે છે. વધુમાં ન.પા. તંત્ર દ્વારા પાણીચાર્જ સહિતનો વેરો વસૂલવામાં આવે છે. તેની સામે આખા વર્ષમાં માંડ બે માસ જેટલા સમય પૂરતું જ પાણી વિતરણ કરાઈ છે. સિહોરને પાણીની જરૃરિયાત પૂરી કરવા મહી પરીએજમાંથી દરરોજ ૧૦ એમએલડી પાણી મળે છે. ગૌતમેશ્વર તળાવ પણ ભરેલું છે. તેમ છતાં જનતાને આઠથી દસ દિવસે એકવાર જ પાણી સપ્લાઈ થતું હોય, લોકોમાં રોષ ફેલાયો છે. ચીફ ઓફિસર દ્વારા વર્કર વર્કસ વિભાગમાં સારા સુપરવાઈઝરની નિયુક્તી કરી લોકોને શુદ્ધ અને સમયસર પાણી મળે તેવી જનતામાં માંગ ઉઠી છે.