Bhavnagar

પાલિતાણાના વડીયા-માનવડને જોડતો કોઝવે વરસાદમાં ધોવાતા ભારે મુશ્કેલી

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
પાલિતાણાના વડીયાથી માનવડ રોડ પર વરસાદથી મસમોટા ખાડા પડ્યા છે. ચેકડેમ નીચેનો કોઝવે ધોવાઈ જતાં 10 ગામોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વડીયા, પીથલપુર, માનવડ સહિતના ગામોના લોકો અને વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. જર્જરિત રોડનું તાકીદે રિપેરિંગ કરવા લોકમાંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણાના વડીયા-માનવડને જોડતો કોઝવે વરસાદમાં ધોવાતા ભારે મુશ્કેલી

તાકીદે રોડ રિપેરીંગ કરવા લોકમાંગ

સમગ્ર રસ્તા પર મસમોટા ખાડા પડી જવાથી ૧૦ ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

પાલિતાણા - પાલિતાણાના વડીયાથી માનવડ તરફ જતા ચેકડેમની નીચે આવેલ કોઝવે વરસાદી પાણીથી ધોવાઇ જતા જર્જરીત હાલતમાં હોવાથી લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે.

વડીયાથી મોર્ડન સ્કૂલ અને ગારિયાધાર રોડને જોડતો માનવડવાળા રોડ હાલ વરસાદી પાણીથી ધોવાઇ ઠેર-ઠેર મોટા મોટા ખાડા પડી ગયેલ છે. આ રોડ ઉપરથી સતત નાના-મોટા વાહનો અને રાહદારીઓની અવર જવર રહે છે જેમાં વડીયા પીથલપુર, બાદલગઢ, વાળુકડ, જમણવાવ, રતનપર, રાજસ્થળી તેમજ માનવડ, રાણપરડા, ચોડા વિગેરે ગામના લોકો આ રસ્તા ઉપર અવર જવર કરે છે તેમજ માનવડ ખાતે આવેલ મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મોટાભાગે આજ રસ્તેથી પસાર થાય છે ત્યારે ત્વરીત આ રોડ રિપેરીંગ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.