Bhavnagar

બોટાદના તુરખા નજીક કાર ચાલકને આંતરી છરા વડે ગાડીમાં તોડફોડ કરી

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
બોટાદના તુરખા ગામ પાસે દૂધના વેપારી ભગાભાઈ સરૈયાની કારને ઝરિયાના જયદીપ કાળિયાએ રોકી. જયદીપે બાઇક આડું મૂકી, છરા વડે કારના દરવાજાને રૂ. 2500નું નુકસાન પહોંચાડ્યું અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી. પાળીયાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદના તુરખા નજીક કાર ચાલકને આંતરી છરા વડે ગાડીમાં તોડફોડ કરી

રસ્તામાં બાઇક આડું મૂકી યુવકે મચાવ્યો ઉત્પાત

બોટાદ તરફથી પરત ફરતા દૂધના વેપારીની કારને અટકાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી, પાળિયાદ પોલીસ મથકે ગુનો નોંધાયો

ભાવનગર -  બોટાદ જિલ્લાના તુરખા ગામ પાસે સરકારી હોસ્પિટલ નજીક એક કાર ચાલકને આંતરીને છરા વડે ગાડીમાં તોડફોડ કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ મામલે પાળીયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના દેવધરી ગામે રહેતા અને દૂધનો વેપાર કરતા ભગાભાઈ આંબાભાઈ સરૈયા (ઉં.વ. ૫૦) ગત તારીખ ૧ ઓક્ટોબરના રોજ પોતાની કાર (નંબર જીજે-૧૪-બીડી-૦૩૫૯) લઈને બોટાદ ખાતે દર્દીની સંભાળ બાદ રાત્રે પરત દેવધરી જઈ રહ્યા હતા.દરમિયાન રાત્રિના આશરે ૧૧-૪૫ વાગ્યાના સુમારે તુરખા ગામ પાસે પહોંચતા પાછળથી બાઇક પર આવેલા ઝરીયા ગામના જયદિપ ટપુભાઈ કાળીયાએ તેમની કાર આગળ મોટરસાઇકલ આડું મૂકી ગાડી રોકી દીધી હતી. જયદિપે પોતાની પાસે રહેલો મોટો છરો કાઢી કારના ડ્રાઇવર સાઇડના દરવાજા પર ઘા મારી રૃ. ૨૫૦૦નું નુકસાન પહોંચાડયું હતું. તારી કાર કેમ મારી ગાડી સાથે ભટકાડી તેમ કહી શખ્સે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દરમિયાન સ્થાનિક રાહદારી આવી જતાં શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પણ જયદીપે ભગાભાઈના ફોન પર કાલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનેલી ઘટના અંગે ભગાભાઈએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. તથા જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. ગોવિંદભાઈ ગલચરને સોંપી છે.