તહેવાર પૂર્વે ધાંધીયા, કાલે ભાવનગરના ૩૦ ટકાથી વિસ્તારમાં વીજ કાપના કારણે પાણી કાપ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેટકો વિભાગને તહેવાર પૂર્વે જ મરામત કામગીરી યાદ આવી
શહેરના ચિત્રા અને તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, વીજ કાપ અને પાણી કાપના પગલે લોકોની પરેશાની વધશે
ભાવનગર - ભાવનગર શહેરના આગામી તા. ૨૫ ઓકટોરબર-૨૦૨૬ ને રવિવારના રોજ જેટકો વિભાગ દ્વારા મરામતની કામગીરી કરવાની હોવાથી ચિત્રા ફિલ્ટર તથા તરસમીયા ફિલ્ટર ઉપર સવારે ૬.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધી વીજ કાપ રહેશે, જેના પગલે ચિત્રા ફિલ્ટર તથા તરસમીયા ફિલ્ટર પરના તમામ પમ્પીંગ બંધ રહેવાના હોવાથી ઘણાં વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
શહેરમાં રવિવારે વીજ કાપના પગલે પાણી કાપ રહેશે, જેમાં શહેરના ચિત્રા ફિલ્ટર આધારિત કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં આવતા તમામ વિસ્તારો તેમજ અક્ષરપાર્ક સોસાયટી તથા તેની આસપાસના તમામ વિસ્તારોમાં તેમજ ચિત્રા ફિલ્ટર ઈએસઆર આધારિત ઈશ્વરનગર, મફતનગર, સત્યમ-શિવમ-સુન્દરમ સોસાયટી, અમર પાર્ક, રામદેવનગર,ભીમરાવ, ભીમનગર, વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. ઉપરાંત ફુલસર જીએલઆર આધારિત અંજલિપાર્ક, સ્વપ્નસાકાર ટાઉનશીપ, પ્રધાનમંત્રી આવાસ-૧૬, ૩૦, ૩૬, ફુલસર ગામતળ, કર્મચારીનગર, સુખશાંતિ સોસા., સ્લમ બોર્ડ, વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે તેમજ ચિત્રા જેટકો ઈએસઆર આધારિત સરિતા સોસાયટી, ભાવના સોસાયટી,મેપાનગર, પટેલ સોસાયટી, ચંદ્રોદય પાર્ક, ચામુંડા, શાંતિનગર, પોપટભાઈની વાડી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. ઉપરાંત તરસમીયા ફિલ્ટર આધારિત બાલયોગીનગર ઈએસઆર હેઠળના ગાયત્રીનગર, વારાહી સોસાયટી, પ્રગતી સોસાયટી, ધાવડીમાં ગલી, અખિલેશ સર્કલ આસપાસના તમામ વિસ્તારોમાં મીની હીરા બજાર, લાખાવાડ, શહેર ફરતી સડક, રૃવા ગામ, નવી-જૂની પીપલ્સ સોસાયટી, મૈત્રી બાપુનગર, અકવાડા, ઘોઘારોડ, લીલા ઉડાન પાછળનો વિસ્તાર વગેરે પાણી સપ્લાય બંધ રહેશે, જયારે તરસમીયા ફિલ્ટર આધારિત વર્ધમાન ઈએસઆર હેઠળના સિંગલીયા ૫૦૦ ઈડબલ્યુએસ, જુના બે માળિયા, સીતારામનગર, લક્ષ્મીનગર, શ્રીનાથીજી ૧-૨-૩, શિવનગર, પ્રગતીનગર, હરિઓમનગર, સ્વપ્ન સૃષ્ટી, મહાવીરનગર, મેમણ કોલોની, અભિનવ પાર્ક, દેવરાજ નગર-૧-૨, માલધારી શિક્ષક, ભાગ્યોદય, તખ્તેશ્વર રેસીડેન્સી, તખ્તેશ્વર હાઈટ્સ, શેત્રુંજી ૧-૨-૩-૪, અધેવાડા ગામ તળ, ટોપ થ્રી સર્કલથી દુથખીશ્યામ સર્કલના તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી નહીં આવે
તરસમીયા ફિલ્ટર આધારિત દિલબહાર ઈએસઆર હેઠળના સાગવાડી, ઓસિયન પાર્ક, કેસરીયા હનુમાન રોડ, કાળીયાબીડ-ડી, ઇસ્કોન મેગા સીટી, અવધનગર, તમામ વિસ્તારોમાં તેમજ તરસમીયા ફિલ્ટર આધારિત રૃવા નવી ઈએસઆર હેઠળના જગન્નાથ પાર્ક-૧-૨, બાલા હનુમાનજી પાછળનો વિસ્તાર, નેચરલ પાર્ક, સુવિધા ટાઉનશીપ, વર્ષા સોસાયટી તથા રૃવા ટી.પી.વિસ્તાર, તથા આજુ બાજુના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે, જયારે ભાવનગર શહેરના અન્ય તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય રાબેતા મુજબ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.




