હડમતાળામાં જૂની અદાવતનું સમાધાન કરવા મામલે સશ જૂથનો યુવક પર ઘાતકી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો
મામા-ભાણેજ સહિત ૧૨ શખ્સો સામે ગુનાહિત કાવતરું રચી ફરસી, તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યાની રાણપુર પોલીસમાં ફરિયાદ
ભાવનગર, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામે જૂની અદાવતના સમાધાન મામલે ઉશ્કેરાયેલી એક ટોળકીએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવાનને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાણપુર તાલુકાના હડમતાળા ગામે રહેતા નિલેશભાઈ હરજીભાઈ મેટાળીયા (ઉ.વ. ૩૦) આશરે આઠ મહિના પહેલા નિલેશભાઈના મોટાભાઈ અજીતભાઈને રમેશચંદ્ર ચતુરભાઈ મેણીયા (રહે. વસ્તડી, સુરેન્દ્રનગર) સાથે ઝઘડો થયો હતો. આ બાબતનું સમાધાન કરવા જતાં રમેશચંદ્રને સારું લાગ્યું ન હતું. ગઈકાલે સાંજે રમેશચંદ્ર અને અન્ય બે અજાણ્યા ઇસમો નિલેશભાઈના ઘરે આવ્યા હતા અને નિલેશભાઈની પત્ની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. જે અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ રમેશચંદ્રને પકડી ગઈ હતી. આ બનાવની રીસ રાખીને રમેશચંદ્રના મામા હરજી વજુભાઈ કોઠારીયા, રમેશચંદ્ર ચતુરભાઇ મેણીયા, બે અજાણ્યા શખ્સ, વજુભાઈ લખમણભાઇ કોઠારીયા, ધીરુ વશરામભાઈ કોઠારીયા, જગા હરજીભાઈ કોઠારીયા, હાદક હરજીભાઈ કોઠારીયા, મશરૃ લખમણભાઇ કોઠારીયા, અના ધીરુભાઈ કોઠારીયા, યોગેશ સનાભાઇ કોઠારીયા, મુન્ના છનાભાઈએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. નિલેશભાઈ જ્યારે ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગેરકાયદેસર મંડળી રચીને તમામ શખ્સો ફરસી, તલવાર, લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને નિલેશભાઈ પર ઘાતક હુમલા ઇજાઓ પહોંચાડી હતી. અન્ય શખ્સો નિલેશભાઈને ઢીકાપાટંુનો ગંભીર માર માર્યો હતો. દરમિયાનમાં નીલેશભાઈના ભાઈઓ ઘટનાસ્થળે દોડી આવી યુવાનને બચાવ બચાવ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે નિલેશભાઈએ રાણપુર પોલીસ મથકમાં ૧૨ શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




