બરવાળા તા.પં.ના ડે. એકાઉન્ટન્ટે રૃા.૧૦.૦૫ લાખની ઉચાપત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરવાળા તા.પં.ના ડે. એકાઉન્ટન્ટે રૃા.૧૦.૦૫ લાખની ઉચાપત કરી
ખોટા શિડયૂલ બનાવી ૧૧ ખાતાધારકોના એકાઉન્ટમાં રૃપિયા જમા કરાવી ઘપલો કર્યો
વર્ષ ૨૦૨૦ના બનાવમાં ફરજ મોકૂફ કર્મચારી સામે આખરે પોલીસમાં ગુનો દાખલ
ભાવનગર - બરવાળા તાલુકા પંચાયતના તત્કાલિન ડેપ્યુટી એકાઉન્ટન્ટે રૃા.૧૦.૦૫ લાખના સરકારી નાણાંની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.
બરવાળા તા.પં.માં વર્ષ ૨૦૨૦માં નાયબ હિસાબનીસ તરીકે ફરજ બજાવતો એમ.એલ. પઢિયારે તા.૨૧-૧૦-૨૦૨૦ અને તા.૧૧-૧૧-૨૦૨૦ના રોજ તાલુકા પંચાયત કચેરીના ખાતામાંથી બોટાદ એસબીઆઈના બે ચેક બનાવી તેમાં તાલુકા વિકાસ અધિકારીની સહી લઈ ખોટા શિડયૂલ બનાવી રાણપુર તાલુકા પંચાયત અને સરકારના લેબર શેષના ખાતામાં રૃપિયા જમા કરાવવાના બદલે જુદા-જુદા ૧૧ ખાતાધારકોના નામ લખી પોતાની સહી કરી રૃા.૧૦,૦૫,૫૨૩ના બે ચેકના ખોટા શિડયૂલ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી સરકારી નાણાંની ઉચાપત કરી હતી.
દરમિયાનમાં બરવાળા તા.પં.ની તપાસ દરમિયાન હિસાબી શાખાના કેશબુક, ચેક રજિસ્ટર અને વાઉચરની ચકસાણી કરતા ઘપલેબાજ નાયબ હિસાબનીસ એમ.એલ. પઢિયારનું પાપ છાપરે ચડીને પોકાર્યું હોય તેમ સમગ્ર ઉચાપતનું કૌભાંડ છતું થતાં એમ.એલ. પઢિયારને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો હતો. બનાવની ખાતાકીય તપાસના અંતે ગઈકાલે બુધવારે રાત્રે બરવાળા તા.પં.ના નાયબ હિસાબનીસ હરેશભાઈ ઘનશ્યામભાઈ વઢવાણિયાએ ડેપ્યુટી એકાઉન્ટન્ટ એમ.એલ. પઢિયાર અને તપાસમાં ખુલે તે શખ્સોની સામે ફરિયાદ દાખલ કરાવતા બરવાળા પોલીસે આઈપીસી ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હા ધરી છે.




