Bhavnagar

વીજ ચેકિંગ દરમિયાન જુનિયર એન્જિનિયર પર હુમલાનો પ્રયાસ

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં PGVCLના જુનિયર એન્જિનિયર કમલેશભાઈ અને તેમની ટીમ કુંભારવાડા વિસ્તારમાં વીજ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન, બહુચરમાના મંદિર પાસે દિનેશ વાઘજીભાઈ ચૌહાણ વીજ ચોરી કરતા ઝડપાયા હતા. અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરતા દિનેશ ઉશ્કેરાઈ ગયો અને લાકડી લઈને એન્જિનિયરને મારવા દોડ્યો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે દિનેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીજ ચેકિંગ દરમિયાન જુનિયર એન્જિનિયર પર હુમલાનો પ્રયાસ

શખ્સ વિરૃધ્ધ ફરજમાં રૃકાવટની ફરિયાદ નોંધાઈ

વીજ ચોરી પકડાતા ઉશ્કેરાયેલા શખ્સે જુનિયર એન્જિનિયરને લાકડી લઈને દોડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર - ભાવનગરના કુંભારવાડા સબ ડિવિઝનમાં ફરજ બજાવતા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર પર વીજ ચેકિંગ દરમિયાન હુમલાનો પ્રયાસ થતાં બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત મુજબ, જુનિયર એન્જિનિયર કમલેશભાઈ તેમના સાથી કર્મચારીઓ અને ડ્રાઈવર સાથે આ વિસ્તારમાં વીજ ચેકિંગ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન બહુચરમાના મંદિર પાસે શાંતાબેન દિનેશભાઈના નામના કનેક્શનમાં લાઈનમાંથી ડાયરેક્ટ વાયર જોડીને વીજ ગેરરીતિ થતી હોવાનું માલૂમ પડયું હતું. ત્યાં હાજર શખ્સ દિનેશ વાઘજીભાઈ ચૌહાણે પોતે આ વીજ વપરાશ કરતો હોવાનું સ્વીકાર્યું હતું.જ્યારે અધિકારીઓએ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વીજ બિલ માંગ્યું અને ઘરની અંદર વીજ લોડ ચેક કરવાનું કહ્યું, ત્યારે દિનેશ ઉશ્કેરાયેલા ગયો હતો. તેણે અપશબ્દો બોલી, ઘરના અંદરથી લાકડાનો ધોકો (લાકડી) કાઢીને જુનિયર એન્જિનિયરને મારવા દોડયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ભયના માર્યા કર્મચારીએ તુરંત '૧૧૨' પર ફોન કરી પોલીસને જાણ કરતા શખ્સ ઘટનાસ્થળેથી ભાગી છૂટયો હતો. સરકારી ફરજમાં રૃકાવટ બદલ દિનેશ ચૌહાણ વિરુદ્ધ બીએનએસ.અને જીપી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.