તળાજાનું પ્રાચીન ભીડભંજન મહાદેવ, ગર્ભગૃહમાં થતાં બે શિવલીંગના દર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભગવાન શિવજી એક સાથે બે શિવલીંગ સ્વરૃપે પ્રસન્ના થયાની માન્યતા
ભાદરવી અમાસે શિવજીની સાથે પીપળો, નાગદેવતા અને બોરડીને જળ અર્પણ કરવા ભક્તોની ઉમટતી ભીડ
તળાજા - નરસિંહ મહેતની જન્મભૂમિ તળાજામાં આવેલું પ્રાચીન ભીડભંજન મહાદેવજીનું મંદિર ભક્તોને એક નહીં પણ બે ફળ પ્રાપ્તીના આશીર્વાદ આપતું હોવાની શ્રદ્ધા છે. આ મંદિરના ગર્ભગૃહમાં એક નહીં પરંતુ બે-બે શિવલીંગ પ્રસ્થાપિત છે.
ભીડભંજન મહાદેવ મંદિર પાછળની દંતકથા અનુસાર એક અતીત પંથી સાધુએ અહીં બેસી શિવજીની તપસ્યા કરી હતી. જેમની તપસ્યાથી ભગવાન પ્રસન્ન થતાં તપસ્વી સાધુથી 'અમારા મહેમાન બનો' એમ બે વખત બોલાઈ જતાં શિવજી એક સાથે બે શિવલીંગ સ્વરૃપે પ્રસન્ન થયા હતા. આ સ્થળે સ્વયંભૂ શિવલીંગ છે. તળાજી નદીના પાણી બન્ને શિવલીંગનો જળાભિષેક કરે છે. અહીં ભાદરવી અમાસના દિવસે શિવજીની સાથે પીપળો, નાગદેવતા અને બોરડીને જળ અર્પણ કરવા ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ભીડભંજન દાદા પાસે એક વરદાન માંગે તો બે વરસાદન મળે છે તેમજ ગર્ભગૃહમાં સતત નવ દિવસ તપસ્યા કરવાથી સંતાન પ્રાપ્તિનું ફળ મળતું હોવાની પણ માન્યતા છે. આ શિવાલયનું પ્રથમ નિર્માણ ક્યારે થયું તે ચોક્કસ માહિતી નથી. પરંતુ સાત પેઢીથી મંદિરના મહંત તરીકે ગોસ્વામી પરિવાર સેવા આપે છે.




