યુવતી સાથે ફોન પર વાત કરવાની શંકા રાખી યુવક અને તેના ભાઈ પર ઘાતક હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગઢડાના પડવદર ગામે બનાવ બન્યો, છ સામે ફરિયાદ
મોબાઈલ ચેક કરી છરી, પાઈપ અને લાકડી વડે આડેધડ માર માર્યો
ગઢડા - બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામે યુવતી સાથે ફોનમાં વાતચીત કરવાની આશંકા રાખીને યુવક અને તેના ભાઈઓ પર છરી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હિંસક હુમલામાં બે ભાઈઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા ૧૧ ગઢડા પોલીસ મથકે ૬ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગઢડા તાલુકાના પડવદર ગામના ૨૫ વર્ષીય હીરા ઘસતા હાદકભાઈ શૈલેષભાઈ બારૈયા ૧ ઓક્ટોબરના રોજ રાત્રે તેમના કુટુંબી ભાઈ સાથે મોટરસાયકલ પર મોટી કુંડળ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સોલાર પ્લાન્ટ પાસે એક વાહનમાં આવેલા વિશાલ મશરૃભાઈ સાનીયા સહિતના ચાર શખ્સોએ તેમને રસ્તામાં રોક્યા હતા. વિશાલે છરી બતાવી મોબાઈલ આંચકી લીધો હતો અને તપાસ કરી હતી.ત્યાર બાદ બોલાચાલી વધતાં વિશાલ સાનીયા, વિરમ સાનીયા, નિકુંજ સાનીયા, સંજય સાનીયા, વાઘજી સાનીયા અને કાળુ સાનીયાએ લોખંડના પાઈપ અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા. તમામ લોકોએ મળીને આડેધડ ઘા ઝીંક્યા હતા, જેમાં હાદકભાઈને અને તેમના મોટાભાઈ સાગરભાઈને ઈજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે તપાસ હાથ ધરી આ બનાવ અંગે હાદકભાઈ બારૈયાની ફરિયાદ પરથી ગઢડા પોલીસે વિશાલ સાનીયા, વિરમ સાનીયા, નિકુંજ સાનીયા, સંજય સાનીયા, વાઘજી સાનીયા અને કાળુ સાનીયા સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




