ભાવનગરના રૃપમ ચોકમાં રિક્ષા ચાલકને છરી બતાવી લુખ્ખાએ ખંડણી લીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગંગાજળીયા પોલીસ મથકે ગુનો દાખલ
જો અહીં રિક્ષા રાખવી હોય તો હપ્તો આપવો પડશે' તેમ કહી રિક્ષા ચાલક પાસેથી ૨૦૦૦ રૃપિયા પડાવી લીધા
ભાવનગર - શહેરના વ્યસ્ત અને જાણીતા રૃપમ ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ પર પેસેન્જરના ફેરા કરવા માટે એક રિક્ષાચાલક પાસે હપ્તાની માંગણી કરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતા શખ્સ સામે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
શહેરના સુભાષનગરમાં રહેતા અને ભાડેથી રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા કરણભાઈ ભરતભાઈ પરમાર (ઉ.વ.૨૮) જ્યારે રૃપમ ચોક રિક્ષા સ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારે આનંદનગર સ્લમબોર્ડમાં રહેતો સંજય ઉર્ફે ગણીયો દેવરાજભાઈ ગોહેલ નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો. સંજયે કરણભાઈને છરી બતાવીને ધમકી આપી હતી કે, ધજો તારે અહીં રિક્ષા રાખવી હોય અને ફેરા કરવા હોય તો મને હપ્તા પેટે પૈસા આપવા પડશે, નહીંતર જાનથી મારી નાખીશ, ભયના માર્યા કરણભાઈએ પોતાની પાસે રહેલી રૃ. ૫૦૦ની ચાર નોટો રૃ. ૨,૦૦૦ સંજયને આપી દીધી હતા. કરણભાઈએ પોલીસને જણાવ્યું કે, સંજય અવાર-નવાર આ વિસ્તારમાં આંટાફેરા મારી લુખ્ખી દાદાગીરી કરે છે અને અન્ય રિક્ષાચાલકો તેમજ નાના વેપારીઓ પાસેથી પણ બળજબરીથી પૈસા ઉઘરાવે છે. અગાઉ એક મહિના પહેલા પણ તેણે હપ્તો ન આપવા બદલ કરણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે ગંગાજળીયા પોલીસ મથકમાં કારણભાઈએ શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.




