તરસમીયા પાસેથી એક્સેસ સ્કૂટરની ડીકીમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બૂટલેગર બિનવારસી સ્કૂટર મૂકી ફરાર
ભરતનગર પોલીસે રૃા.૪૭ હજારનોનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર - ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે મળેલ ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે તરસમીયા ગામમાં રામજી મંદિર પાસે દરોડો પાડીને બિનવારસી હાલતમાં પડેલી એક એક્સેસ મોપેડમાંથી ગેરકાયદેસર વિદેશી દારૃનો જથ્થો પકડી પાડયો છે.
પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ભરતનગરની ટીમને બાતમી મળી હતી કે, તરસમીયા ગામે રહેતા સત્યપાલસિંહ ઉર્ફે સતુભા સહદેવસિંહ ગોહિલના ઘર બહાર પાર્ક કરેલા એક્સેસ મોપેડની ડીકીમાં દારૃનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મોપેડની ડીકી ખોલતા તેમાંથી દાદરા અને નગર હવેલી ઉત્પાદિત 'ઓલ સીઝન્સ વ્હિસ્કી'ની ૧૮૦ એમ.એલ.ની ૪૨ સીલપેક પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી. પોલીસે રૃા.૭,૧૪૦ની કિંમતનો ઇંગ્લિશ દારૃ તથા રૃા.૪૦,૦૦૦ની કિંમતનું એક્સેસ મોપેડ મળીને કુલ રૃા.૪૭,૧૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા સમયે સત્યપાલસિંહ ગોહિલ સ્થળ પર હાજર ન મળી આવતા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. એચ.બી. સોઢાતરે હાથ ધરી છે.









