નોંઘણવદરના ખેડૂતે પોતાના ઘરે જ કેસરની ખેતી કરી સફળતા મેળવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજયભરના ખેડૂતો માટે પ્રેરણાસ્તોત્ર નવીનતમ ખેતી
૧૩ બાય ૧૨ ફૂટના કોલ્ડ રૃમમાં વાઈફાઈ સહિતની સ્માર્ટ સુવિધાઓ અને સોલાર સિસ્ટમ સેટ કરાઈ
ભાવનગર - પાલિતાણા તાલુકાના નોઘણવદર ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતએ વાઈ-ફાઈ કંટ્રોલ્ડ ઈન્ડોર અને હાઈટેક પદ્ધતિ (એરોપોનિક) દ્વારા સફળતાપૂર્વક કેસરની ખેતી કરી છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં થતું કાશ્મીરી કેસર તેઓએ મહામહેનતે તેમના ઘરમાં જ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડીને કૃષિ ક્ષેત્રે એક તદ્રન નવો ચીલો ચાતર્યો છે. શરૃઆતના પ્રથમ તબકકામાં તેઓએ ૮૦ ગ્રામ કેસરનું ઉત્પાદન મેળવ્યુ હતુ.
ામાન્ય રીતે કેસરની ખેતીનું નામ આવે ત્યારે સૌ કોઈ સર્વપ્રથમ કાશ્મીરને યાદ કરતા હોય છે પરંતુ હવે પાલિતાણા તાલુકામાં ઘણા સમયથી ખેતીના વ્યવસાયની સાથે સંકળાયેલા એક યુવા ખેડૂતે સતત મહેનત, ટેકનોલોજી અને નવીન વિચારસરણીના આધારે કેસરની ખેતી કરીને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. નોઘણવદરના ખેડૂત સાવનભાઈ ભડીયાદરાએ પરંપરાગત ખેતીમાંથી આગળ વધીને કેસરની હાઈટેક ખેતી અપનાવી સફળતાની એક તદ્રન નવી દિશા ઊભી કરી છે.દિલ્હી અને નોઈડાની મુલાકાત, ઓનલાઈન તાલીમ અને કેસરની ખેતી કરતા ખેડૂતો સાથે વિચાર વિર્મશ બાદ તેઓએ કેસરની ખેતી શરૃ કરવાનો નિર્ણય કર્યો હતો. કેસરની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત નિયંત્રિત તાપમાન હોવાથી સાવનભાઈએ ૧૩ બાય ૧૨ ફૂટનો અત્યાધુનિક કોલ્ડ રૃમ તૈયાર કર્યો હતો. પ્રતિ વર્ષે ઓકટોબરથી ડિસેમ્બરમાં છોડમાં ફૂલ આવે છે. કંદ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેની ખેતી કરાય છે.તેના કદ ડુંગળી કે લસણની સાઈઝ જેવા હોય છે.એક ફૂલમાંથી કેસના માત્ર ત્રણેક દોરા જ મેળવી શકાય છે.પ્રારંભિક તબકકામાં થોડુ ઓછુ કેસરનું ઉત્પાદન થયુ છે. ભવિષ્યમાં સારુ વળતર આપશે તેવી સાવનભાઈએ આશા સેવી છે. સોશ્યલ મિડીયામાંથી જાણવા મળ્યા મુજબ ઓટોમોબાઈલ ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર ૩૫ વર્ષીય સાવનભાઈ ભડીયાદ્રાએ આ અંગે દિલ્હી નોઈડામાંથી કેસરની ખેતી અંગેના ઓનલાઈન કલાસ પણ એટેન્ડ કર્યા હતા. પરંપરાગત ખેતીકામ સાથે સંકળયાયેલા વડીલોએ તેમને કેસરની ખેતીના વિકાસ કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. હાલ તેઓને ખેતીકામમાં તેમના પત્ની કાજલબેન સહકાર આપી રહ્યા છે. હાલ ભાવનગર જિલ્લામાં નોંઘણવદર ઉપરાંત સિહોર અને ટીમાણામાં પણ કેસરની ખેતી થઈ રહી છે. તમામનું આ મોડલ પરંપરાગત ખેતીમાં એક નવીન તક અને નવી દિશા દર્શાવી રહેલ છે. તેઓનું આ નવીનતમ કાર્ય ગુજરાતભરના ખેડૂતો માટે એક અલગ પ્રેરણાસ્તોત્ર બન્યુ છે.
બિયારણની સાથે ૪૫ કિલો ખરાબો પણ ધાબડી દેવાયો હતો.
તેઓ અફઘાની બિયારણ અન્ય વેપારી મારફતે કાશ્મીરથી લાવ્યા હતા બીજની સાથે અંદાજે ૪૫ કિલો જેટલો ખરાબો પણ ધાબડી દેવામાં આવ્યો હતો. જેનો એક કિલોનો ભાવ જે તે સમયે ૨,૭૦૦ જેટલો થયો હતો. તેના વાવેતર માટેની પ્લેટો તૈયાર કરાઈ છે બિયારણ લાવ્યા બાદ અલગ અલગ અલગ કરાયુ ંહતુ. છુટકમાં એક ગ્રામ કેસરનો ભાવ ગુણવત્તા મુજબ ૭૦૦ આસપાસનો હોય છે.
હાઈટેક એરોપોનિક સિસ્ટમની વિશેષતા
કેસરની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત નિયંત્રિત તાપમાન હોવાથી અત્યાધુનિક કોલ્ડ રૃમ તૈયાર કરાય છે જયાં વાઈ-ફાઈ અને ઓટોમેશન જેવી સુવિધાઓથી સુસજજ કરાયેલા આ રૃમમાં તાપમાન અને ભેજનું સતત મોનિટરિંગ કરાતુ હોય છે. સોલાર સિસ્ટમના કારણે વીજબિલ ઓછું આવતા ફાયદો થાય છે. પ્રારંભે આ રૃમનુ ટેમ્પરેચર ૨૫ ડીગ્રી રાખી ધીમે ધીમે ઘટાડીને ૧૦ ડિગ્રી સેલ્સિયસ કરાય છે જે કાશ્મીરના વાતાવરણને મેચ કરે છે. રૃમમાં હ્યુમીડી ફાયર અને ચીલર લગાવાય છે.કોલ્ડરૃમમાં સૌપ્રથમ બલ્બને ખુલ્લામાં મુકી દેવાય છે જેથી તે ડ્રાય થયા બાદ સિલ્વરીંગની પ્રક્રિયા કરાય છે. બાદ આ કોલ્ડરૃમની મધ્યમાં હવામાનનું તાપમાન, બલ્બની અંદરની માટીનું ટેમ્પરેચર અને ભેજ, હવામાં કાર્બન ડાયોકસાઈડ, ઓકસીજનની વધઘટ વગેરેનો ડેટા કે સ્ટોર પણ થાય છે એટલુ જ નહિ ઈન્ટરનેટ કનેકટેડ મોબાઈલમાં લાઈવ પેરામીટર પણ દર્શાવે છે જે મુજબ ફેરફાર કરાય છે. પ્રારંભીક તબકકામાં નાયો સિસ્ટમ બાદ હાઈડ્રોપોનીક સિસ્ટમ કાર્યરત કરાય છે. જે હ્યુમીની ફાયર ફાયટર કે જે હવામાં ભેજ ઘટે તો તે મુજબ કાર્યરત કરાય છે.




