Bhavnagar

બરવાળાના જૂના નાવડા ગામેથી જોલાછાપ ડાક્ટર ઝડપાયો

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
બોટાદના બરવાળા તાલુકાના જૂના નાવડા ગામે SOG અને આરોગ્ય ટીમે દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો બિકાસ પરમાર નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વિના એલોપેથિક દવાઓ આપી ક્લિનિક ચલાવતો હતો. પોલીસે સ્થળ પરથી ₹28,010.67નો મુદ્દામાલ જપ્ત કરી, તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બરવાળાના જૂના નાવડા ગામેથી જોલાછાપ ડાક્ટર ઝડપાયો

એલોપેથિક દવાઓ આપી ક્લિનિક ચલાવતો પશ્ચિમ બંગાળના શખ્સની ધરપકડ

એસઓજી અને આરોગ્ય ટીમ દ્વારા જૂના નાવડા ગામમાં પાડેલી રેડ દરમિયાન રૃા. ૨૮ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

બોટાદ -  બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જૂના નાવડા ગામે કોઈ પણ જાતની માન્ય તબીબી ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપી ક્લિનિક ચલાવતા એક બોગસ ડાક્ટરને એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, બોટાદ એસઓજી પોલીસ સ્ટાફ બરવાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જૂના નાવડા ગામે સરકારી સ્કૂલ પાસે આવેલી દુકાનમાં મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી બિકાસ જગદીશભાઈ પરમાર (ઉં.વ. ૩૯) પોતે ડાક્ટર હોવાનો દેખાવ કરી પ્રાઇવેટ દવાખાનું ચલાવતો હોવાની બાતમી મળી હતી. પોલીસે તુરંત જ બરવાળા તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરી, સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો. આદિત્ય પરમારને સાથે રાખી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડયો હતો.દવાઓ, ઈન્જેક્શન અને રોકડ જપ્ત તપાસ દરમિયાન ઝડપાયેલા શખ્સ પાસે માત્ર (કોમ્યુનિટી મેડિકલ સવસ)ની ડિગ્રી મળી આવી હતી, જે એલોપેથિક કે એન્ટીબાયોટીક દવાઓ આપવા માટે માન્ય નથી. છતાં તે છેલ્લા અઢી વર્ષથી ભાડાની દુકાનમાં એલોપેથિક સારવાર આપતો હતો. પોલીસ અને હેલ્થ ટીમે સ્થળ પરથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો, ગ્લુકોઝ બોટલો, સિરપ, સ્ટેથોસ્કોપ, બીપી મીટર સહિત રૃ. ૨૭,૪૮૦.૬૭ ની કિંમતનો તબીબી સામાન તથા રૃ. ૫૩૦ રોકડા મળી કુલ રૃ. ૨૮,૦૧૦.૬૭ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસ કાર્યવાહી આ અંગે એસઓજી પોલીસ કર્મચારી યોગેન્દ્રસિંહ હનુભા સરવૈયાની ફરિયાદના આધારે બરવાળા પોલીસ સ્ટેશનમાં આરોપી બિકાસ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૯(૨) તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.