ભાવનગરમાં 'મોતના સામાનની' અધ્ધરો અધ્ધર ચકાસણી કરી ઓકે સટફિકેટનો ધીકતો કારોબાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સીએનજી ગેસ સંચાલિત વાહનોમાં ચકાસણીની ગોલમાલ
વાહનોમાં ભશય્ ગેસ કિટની ચકાસણી શરૃ થતા લેભાગુ સોદાગરો સક્રિય થયા
ભાવનગર - ભાવનગર શહેર જિલ્લામાં સીએનજી વાહનોમાં લાગેલ ગેસ કીટનું સમય સમયાંતરે કડક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે આ ગેસ કીટો ની આવરદા પૂર્ણ થઈ હોય અથવા સમારકામ માંગતી હોય એવી કીટોનું વેરિફિકેશન અનિવાર્ય હોય છે હાલમાં ચેકિંગ ને પગલે લેભાગુ મોતના સોદાગરો કાળી કમાણી કરવા તત્પર બન્યા છે જેને પગલે મુસાફરોના માથે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે છતાં જવાબદાર તંત્ર મુક પ્રેક્ષક બની ફક્ત તમાશો નિહાળી રહ્યું છે.
ભાવનગરમાં પોલીસ તથા આરટીઓ દ્વારા ગેસ ઈંધણ દ્વારા ચાલતા વાહનોમાં સર્જાતા આકસ્મિક બનાવોને ટાળવા વાહનોમાં લાગેલ સીએનજી ગેસ કીટનું બારીકાઈથી ચકાસણી- નિરીક્ષણ કરી રહી છે આ કામગીરીને પગલે જે વાહન ચાલકો ના વાહનોમાં સીએનજી ગેસકીટ ની વય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અગર મેન્ટેનન્સ માંગી રહી છે કે કોઈપણ પ્રકારે ક્ષતિ ધરાવે છે આવી ગેસ કીટોને લઈને તંત્ર દ્વારા વાહન ધારકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે આવા દંડ થી બચવા માટે વાહન ધારકો હાલમાં ગેસ કીટ સવસ સ્ટેશન તથા ગેરેજોમાં ભારે ભીડ જમાવી રહ્યા છે મિકેનિક વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વાહનોમાં લાગેલ સીએનજી ગેસ કીટની ચકાસણી કરતા અડધાથી લઈને એક દિવસનું સમય લાગે છે આ સમય બાદ મિકેનિક નક્કી કરે છે કે ગેસ કીટ યોગ્ય છે કે કેમ જો યોગ્ય હોય તો વાહન ધારકને ઓકે નું સટફિકેટ આપવામાં આવે છે પરંતુ હાલમાં તહેવારો ના આગમન પૂર્વે વાહનોનું ઘસારો વધતા મોતના સોદાગરો તત્કાળ ગેસ કીટોનું યોગ્ય ચકાસણી કર્યા વિના જ વાહન ધારકોને રૃપિયા ૧૫,૦૦ થી લઈને ૨૫૦૦ સુધીની રકમ વસૂલી માત્ર ૧૦ મિનિટમાં જ ગેસ કીટ ઓકે હોવાનું સટફિકેટ આપી રહ્યા છે એક તરફ સરકાર અકસ્માતો ની ઘટના રોકવા માટે અલગ અલગ તંત્રોને કડક આદેશો સાથે કાર્યવાહી કરવા માટે જણાવી રહી છે તો બીજી તરફ જે વાહનોમાં ગેસકીટ હલકી ગુણવત્તાની અને માન્ય નથી અથવા તો ખામી ધરાવે છે આવી ગેસ કીટોને પણ ઓકે નું પ્રમાણપત્ર મળી જતા અકસ્માતોની સંખ્યા અટકે એવી કોઈ જ શક્યતા નથી જણાઈ રહી જો આ જ પ્રમાણે આગળ પણ ચાલતું રહેશે તો પોલીસ આરટીઓના ચેકિંગનો કોઈ જ અર્થ નહીં રહે આથી આ અંગે જવાબદાર તંત્ર તત્કાળ પગલાં લે એવી જાગૃત લોકો દ્વારા માંગ પ્રબળ બની છે ભાવનગર શહેરના નવાપરા સ્ટેશન રોડ નવા બંદર તથા વરતેજ પાસે આવેલ નવાગામ સ્થિત મોટર ગેરેજો સવસ સ્ટેશનોમાં રૃપિયા લઈને તત્કાળ ઓકે નું સટફિકેટ કાઢી આપવામાં આવે છે.




