રાણપુરના અળવ ગામે પ્રેમલગ્નની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાણપુર પોલીસ મથકમાં ૨૦ શખ્સ સામે સામ સામી ફરિયાદે
હથિયારધારી ટોળાએ ઘરની ખડકી તોડી તોડફોડ મચાવી, તલવાર, કુહાડી, ધારિયા અને લોખંડના પાઇપ વડે બન્ને પક્ષે મારા મારી
ભાવનગર - રાણપુર તાલુકાના અળવ ગામે પ્રેમલગ્નના મામલે બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ છે. જેમાં ૧૫ થી ૧૭ જેટલા સશ હુમલાખોરોના ટોળાએ એક પરિવારના ઘર પર હુમલો કરી દંપતીને લોહી-લુહાણ કર્યાં તથા સામે પક્ષે ત્રણ લોકોએ યુવકને માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં સામ સામી પોલીસ ફરિયાદ રાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાણપુર તાલુકાના અળવ ગામે રહેતા ભગવતસિંહ એભલભાઈ રાઠોડના મોટાભાઈ મધુભાઈના પુત્ર અજયભાઈ રાઠોડે ગામની જ ધમાબેન ચૌહાણ સાથે ૨૦ દિવસ અગાઉ રાજીખુશીથી કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્નથી નારાજ યુવતીના પરિવારે અદાવત રાખી હતી. અગાઉ પોલીસ સ્ટેશન અને સામાજિક મિટિંગોમાં સમજાવટ છતાં યુવતી પોતાના પતિ સાથે રહેવા મક્કમ રહી હતી. આ વાતનું મનદુઃખ રાખી ગઈકાલે રાત્રે પ્રતાપ ભીમા, જયરાજસિંહ, મહિપતસિંહ, દીપસિંગ સહિતના હુમલાખોરો તલવાર, કુહાડી, ધારિયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ભગવતસિંહ રાઠોડના ઘરે ત્રાટક્યા હતા. હુમલાખોરોએ આજે તો બધાને મારી નાખવાના છે તેવી ધમકીઓ આપી ઘરના રૃમના દરવાજા તોડી પાડી ભારે તોડફોડ કરી હતી. બચાવવા વચ્ચે પડેલા ભગવતસિંહને માથામાં તથા શરીરે ગંભીર ઘા માર્યા હતા, જ્યારે તેમની પત્નિ ધમાબેન પર પણ છરી અને ધારિયા વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. દંપતી ગંભીર રીતે ઘવાયેલ હાલતમાં ઢળી પડતાં હુમલાખોરો ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાણપુર પોલીસે ભગવતસિંહની ફરિયાદના આધારે ૧૦ નામજોગ અને ૬-૭ અજાણ્યા શખ્સો સામે ગેરકાયદેસર મંડળી રચી જાનલેવા હુમલો કરવા તથા જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામે પક્ષે દિગ્વિજયસિંહ અગરસંગભાઈ ચૌહાણે ભગવતસિંહ એભલભાઈ રાઠોડ, મહેન્દ્ર એભલભાઈ રાઠોડ અને મહાવીર માધુભાઈ રાઠોેડ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત લોકોએ લોકડી, લોખંડના પાઈપ વડે માર મારી અપશબ્દો કહી ધમકી આપી હતી. આ અંગે રાણપુર પોલીસે બન્ને પક્ષોને ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




