શિવાલય દર્શને જતા ૯ વર્ષના બાળકનું ટ્રકના ટાયરની રીંગ વાગતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદના સમઢીયાળામાં કરૃણ દુર્ઘટના
ટ્રકચાલકે બેદરકારીથી વાહન ચલાવી ટાયરની રીંગ છટકાવી માસૂમનો જીવ લીધો,બોટાદ રૃરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
ભાવનગર - બોટાદ તાલુકાના સમઢિયાળા ગામે રહેતો ૯ વર્ષીય બાળક સવારના સમયે ઘર નજીક આવેલા શિવાલય મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.દરમિયાન સામેથી આવી રહેલ ટ્રક ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ટ્રકના ડ્રાઇવર સાઈડના આગળના ટાયરની લોખંડની રીંગ છટકાવી દીધી હતી.આ છટકેલી લોખંડની રીંગ બાળકને વાગી જતા બાળકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું મોત નિપજ્યું હતું.
બોટાદ રૃરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમઢીયાળા ગામે સવારના સમયે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગામમાં પરિવાર સાથે રહેતો ૯ વર્ષ અને ૬ માસનો માસૂમ બાળક હિયંક શૈલેષભાઈ ગળથરા સવારે આશરે સાતેક વાગ્યાના સુમારે ઘર નજીક આવેલા શિવાલય મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.દરમિયાન પ્રતાપભાઈના ગેરેજ પાસે પહોંચતા જ સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા કાળા કલરની તાડપત્રી વાળા ટ્રક (નં. જીજે-૧૨- બીવાય - ૫૧૮૪)ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટ્રકના ડ્રાઇવર સાઈડના આગળના ટાયરની લોખંડની રીંગ છટકાવી દીધી હતી. આ લોખંડની ભારે રીંગ રોડ પરથી પસાર થઈ રહેલા માસૂમ હિયંક સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બાળકના જમણા હાથે, પડખાના ભાગે તથા દાઢી પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બનતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બાળકને તાત્કાલિક બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબે બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ ટ્રક ડ્રાઇવર પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટયો હતો.આ કરૃણ બનાવ અંગે મૃતક બાળકના કાકા અશોકભાઈ મનુભાઈ ગળથરાની ફરિયાદના આધારે બોટાદ રૃરલ પોલીસે ટ્રકના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




