૪ બુટલેગરો પાસા હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી
શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે હેતુથી કલેકટર દ્વારા પાસા વોરંટ ઇશ્યુ કરાયા, લોકલ ક્રાઇમ બ્રાંચ અને ભરતનગર પોલીસનો સપાટો
ભાવનગર - ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી ગુજરાતની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને દારૃની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ચાર શખ્સની અટકાયત કરી અલગ-અલગ જેલમાં ધકેલી દીધા છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા ભરતનગર પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરૃદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દારૃની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સુનિલ રામજીભાઇ મકવાણા, ભાવેશ ઉર્ફે મઘો મનજીભાઇ સોલંકી, રોહિત જગાભાઇ જમોડ, નિલેશ ઉર્ફે ભુરો કિશોરભાઇ બારોટ કુખ્યાત પ્રોહિબિશન બુટલેગર્સ વિરૃદ્ધ પોલીસ દ્વારા પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) તરફ મોકલવામાં આવી હતી. કલેકટર દ્વારા આ દરખાસ્ત માન્ય રાખી ચારેય ઇસમો વિરૃદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવતા ચાર ઇસમને લોકલ ક્રાઇમ બ્રાંચ તથા ભરતનગર પોલીસ પકડી અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી રથયાત્રા પૂર્વે ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




