વલ્લભીપુર હાઇ-વે પરથી દારૂ, બિયર ભરેલ લોડિંગ વાહન સાથે મહિલા સહિત 4 ગિરફ્તાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શાકભાજીની આડમાં દારૃ ઘૂસાડવાનું કૌભાંડ ખુલ્લું
પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર અને દારૃ,બિયર ભરેલું વાહન મળી રૃ.૯.૪૯ લાખનો મુદામાલ જપ્ત, ૩ ફરાર શખ્સની શોધખોળ શરૃ
ભાવનગર - બરવાળા-વલ્લભીપુર હાઇ-વે પર કાનપર ગામ પાસે કેરી નદીના પુલ નજીકથી વિદેશી દારૃ અને બિયર ભરેલા ટ્રક સાથે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડથી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચને પરપ્રાંતીય વિદેશી દારૃની હેરાફેરી સામે મોટી સફળતા સાંપડી છે. પેટ્રોલિંગમાં રહેલી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બરવાળા-વલ્લભીપુર હાઇ-વે પર કાનપર ગામ પાસે કેરી નદીના પુલ નજીક વોચ ગોઠવીને શાકભાજીની આડમાં લવાતો દારૃનો જથ્થો ઝડપી પાડયો છે. એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આગળ પાયલોટિંગ કરી રહેલી સિલ્વર કલરની સ્વિફ્ટ કાર (જીજે-૦૨-બીએચ-૪૫૯૦) તથા પાછળ આવી રહેલા 'મારૃતિ નંદન' લખેલા અશોક લેલેન્ડના 'બડા દોસ્ત' લોડિંગ વાહન (જીજે-૦૧-જેટી-૨૧૦૩)ને આંતરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શાકભાજીની નીચે છુપાવેલી મધ્યપ્રદેશ નિમત 'ફોર સેલ ઇન એમ.પી.' માર્કાની વિદેશી દારૃની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૃની ૧૨૪૮ બોટલો (કિંમત રૃ.૨,૯૫,૨૦૦),૧૦૩૨ બિયરના ટીન (કિંમત રૃ.૧,૨૯,૦૦૦), બે વાહનો અને ૩ મોબાઈલ ફોન (કિંમત રૃ.૫,૨૫,૦૦૦) કુલ મુદ્દામાલ રૃ.૯,૪૯,૨૦૦ કબજે લીધો હતો. સ્થળ પરથી પોલીસે ગારીયાધાર, સાવરકુંડલા અને અમરેલી પંથકના સરફરાજ ગોહિલ, રવી રાઠોડ, લલીત ઉર્ફે લાલો જમોડ અને જલ્પાબેન ખેરાળા નામના ચાર લોકોની અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં સંકળાયેલા સવજી બારૈયા (મહુવા), સંજય પરમાર (રાજુલા) અને અજય ઉર્ફે ફાંફો (પાલિતાણા)ને પકડવાના ચક્ર ગતિમાન કર્યાં છે. વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









