Bhavnagar

ગઢડાના દેરાળા ગામે મકાનમાંથી વિદેશી દારૃના ૧૮૫ ચપટાં મળ્યાં

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
ગઢડાના દેરાળા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રવુ નનકુભાઈ બોરીચા નામના શખ્સે તેના મકાનના રૂમમાં વેચાણ અર્થે સંતાડેલા ૧૮૫ દારૂના ચપટાં મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો, પરંતુ બુટલેગર પોલીસ પહોંચે તે પહેલા ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગઢડાના દેરાળા ગામે મકાનમાંથી વિદેશી દારૃના ૧૮૫ ચપટાં મળ્યાં

રૃમમાં દારૃનો જથ્થો વેચાણ અર્થે છૂપાવ્યાની બાતમીના આધારે પોલીસની રેઈડ

પોલીસ પહોંચે તે પૂર્વે મકાનમાલિક બુટલેગર નાસી છૂટયો

ગઢડા -  ગઢડા તાલુકાના દેરાળા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં છાપો મારી વિલાયતી દારૃનો જથ્થો કબજે કર્યો હતો.

દેરાળા ગામે રહેતો રવુ નનકુભાઈ બોરીચા નામના શખ્સે તેના મકાનના રૃમમાં વિદેશી દારૃનો જથ્થો વેચાણ અર્થે છૂપાવ્યો હોવાની બાતમીના આધારે ગઢડા પોલીસે રેઈડ કરી તલાશી લેતા બે કાપડના થેલામાં રાખેલા અંગ્રેજી દારૃના ૧૮૫ ચપટાં મળી આવ્યા હતા. જે દારૃનો જથ્થો કબજે કરી પોલીસ પહોંચે તે પૂર્વે નાસી છૂટેલા મકાનમાલિક બુટલેગર સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.