આંતરકોલેજ સ્પર્ધા હેઠળ લોનટેનિસમાં ૧૦ ખેલાડીની આંતર યુની. માટે પસંદગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સ્પર્ધા યોજાઈ
સાત કોલેજનાં ૨૧ વિદ્યાર્થી અને પાંચ કોલેજની ૧૪ વિદ્યાર્થીનીએ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું
ભાવનગર - મ.કૃ. ભાવનગર યુનિવર્સિટી શા.શિ. વિભાગ દ્વારા આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત લોન ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૨૧ ભાઈઓ અને ૧૪ બહેનોએ મળી ૩૫ કેલાડીઓએ ભાગ લીધો હતો. જે પૈકી ૧૦ ખેલાડીની આંતર યુની. સ્પર્ધા માટે પસંદગી કરાઈ હતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગરનાં શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તા. ૬-૮થી તા. ૭-૮ના રોજ લોન ટેનિસ (ભાઈઓ-બહેનો) શારીરિક શિક્ષણ વિભાગ, એમ.કે. ભાવ. યુનિવર્સિટીનાં યજમાન પદે આંતર કોલેજ લોન ટેનિસ (ભાઈઓ-બહેનો) સ્પર્ધા ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૭ કોલેજોનાં કુલ ૨૧ ભાઈઓ તથા ૦૫ કોલેજની કુલ ૧૪ બહેનો એમકુલ ૩૫ ખેલાડીઓ ભાઈઓ-બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જેમાં ભાઈઓનાં વિભાગમાં મારૃતિ વિદ્યામંદિર કોલેજનાં ડાભી હિતેશ, ચાવડા દિગ્વિજયસિંહ,સ્વામી સહજાનંદ કોલેજનાં દિવાકર દિશાંત, ચૌહાણ ભાવિન, દવે હર્ષની અને બહેનોમાં નંદકુવરબા મહિલા બીબીએ કોલેજનાં મકવાણા બંસી, યાદવ ખુશી, પરમાર વૈદેહી, મારુતિ કોલેજનાં કાવડ ધ્વનિ, ગોહિલ વૈદેહીબા એમ બન્ને વિભાગમાં ૫-૫ ખેલાડીની આંતર યુનિવર્સિટી સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.









