ધોરાજીથી સુરત જતી લક્ઝરી બસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટેન્કર સાથે ભટકાઈ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Mumbai Express Way accident : સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક લગ્ન કાર્યક્રમમાં જતી લક્ઝરી બસનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બાળકો-મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોની ટક્કરથી પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. જેમાં બસનો તો આગળનો હિસ્સો કચ્ચરઘાણ થયો હતો. ઘાયલોમાં ડ્રાઈવર પણ સામેલ છે. આ તમામ લોકો લગ્ન કાર્યક્રમ માટે ધોરાજીથી સુરત જઇ રહ્યા હતા ત્યારે ભરુચના દેરોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. હાલમાં તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.




