Bharuch

ભરૂચના આમોદ-પાલેજ રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત, પોલીસ તપાસ શરૂ

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
ભરૂચના આમોદ-પાલેજ રોડ પર દોરા-દાંડા ગામ નજીક અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઈ હતી. 108 દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા, પણ સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચના આમોદ-પાલેજ રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત, પોલીસ તપાસ શરૂ

Bharuch Road Accident: ભરૂચ જિલ્લાના આમોદ-પાલેજ રોડ પર દોરા-દાંડા ગામ નજીક પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો પસાર કરી રહેલા શખસને અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

દોરા-દાંડા ગામ નજીક સર્જાયો અકસ્માત

મલતી માહિતી અનુસાર, આમોદ-પાલેજ માર્ગ પર આવેલા દોરા-દાંડા ગામ પાસેથી એક અજાણ્યો ઈસમ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અતિ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને ઈસમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે શખસ રોડ પર પટકાતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે આમોદ પોલીસ મથકને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના શબનો કબજો મેળવી ઓળખવિધિ હાથ ધરી છે. અકસ્માત સર્જી અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.