Bharuch

ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, એક ગંભીર

By GS Team
31 Oct 20261 min read
TukuTouch Logo
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા યુનુસ ઉમરાજવાલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રફીક ધોબીકુવાને ગંભીર ઈજાઓ થતા વડોદરા રીફર કરાયા છે. જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, એક ગંભીર

Bharuch Accident News: ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે જઈ રહેલી કારના ચાલકે વાહન પર અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડની બાજુમાં આવેલા એક વિશાળ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગના કુરચા બોલી ગયા હતા અને અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું હતું.

યુનુસભાઈ ઉમરાજવાલાનું ઘટનાસ્થળે જ મોત, અન્ય એક ઇજાગ્રસ્ત વડોદરા રીફર

મળતી મહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર યુનુસ ઉમરાજવાલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કારમાં સવાર રફીક ધોબીકુવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત રફીકને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી

અકસ્માતની આ ઘટનાની જાણ જ જંબુસર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિકજામને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ સાથે જ મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.