Baroda

પોર ગામે ઢાઢર નદીમાં ઉતરેલો યુવક લાપત્તા,મગરો હોવાથી પરિવારોમાં ભય

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક પોર પાસે ઢાઢર નદીમાં બે દિવસથી ગુમ થયેલા પરપ્રાંતીય યુવકની શોધખોળ ચાલી રહી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતો આ યુવક માછલી પકડવા ગયો હોવાની આશંકા છે. નદી કિનારે તેના કપડાં મળ્યા બાદ ફાયર બ્રિગેડ અને પોલીસે તપાસ શરૂ કરી છે. નદીમાં મગરોની વધુ સંખ્યાને કારણે પરિવાર ચિંતિત છે. બીજા દિવસે પણ તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પોર ગામે ઢાઢર નદીમાં ઉતરેલો યુવક લાપત્તા,મગરો હોવાથી પરિવારોમાં ભય

વડોદરા નજીક પોર પાસે આવેલી ઢાઢર નદીમાં બે દિવસ પહેલાં નદીમાં જવા નીકળ્યા બાદ લાપત્તા થયેલા પરપ્રાંતીય યુવકની શોધ ખોળ માટે ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,પોર ગામે નદી પાસે રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો પરપ્રાંતીય યુવક બે દિવસ પહેલાં ગુમ થયો હતો.તેના મિત્રોએ તપાસ કરતાં આ યુવક માછલી પકડવા માટે જવાનું કહેતો હોવાની વિગતો બહાર આવી હતી.
તપાસ દરમિયાન નદી થી થોડે દૂર તેના કપડાં મળી આવતાં તે ડુબ્યો હોવાની આશંકા ને કારણે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાને કારણે પરિવાર અને મિત્રો વધુ ચિંતીત બન્યા છે.જો કે સતત બીજા દિવસે શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો મળ્યો નથી.જેથી પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.