Baroda

વારસીયામાં વૃંદાવન ટાઉનશિપ પાસે જુના ઝઘડાની અદાવતે યુવક પર ચાકુથી હુમલો

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં જૂના ઝઘડાની અદાવતમાં AC રિપેરિંગનું કામ કરતા સરફુદીન દિવાન પર હુમલો થયો. વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગરાડી ગામના સરફુદીન તેમના મિત્ર સાથે બાઈક પર જતા હતા. વૃંદાવન ટાઉનશીપ પાસે રેહાન, મિરાજ અને સોહિલ સહિત 3-4 શખ્સોએ તેમને ગાળો ભાંડી, રેહાને ચાકુ માર્યું અને મિરાજે ડંડા વડે માર માર્યો. પોલીસ આવતા આરોપીઓ ફરાર થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વારસીયામાં વૃંદાવન ટાઉનશિપ પાસે જુના ઝઘડાની અદાવતે યુવક પર ચાકુથી હુમલો

Vadodara Crime : વડોદરાના શિનોર તાલુકાના ગરાડી ગામે દિવાન ફળિયામાં રહેતો સરફુદીન મુસ્તાકશા દિવાન એ.સી રીપેરીંગનું કામ કરે છે. અને હાલમાં હાથીખાના તુલસીવાડી રોડ બહાર ચમન ટેકરા વિસ્તારમાં રહે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે હું અને મારો મિત્ર સોહિલ મારા ઘરેથી બપોરે પોણા બે વાગે બાઇક પર અમારા કામથી નિકળ્યા હતા. વૃંદાવન ટાઉનશીપ પાસે અમે એક દુકાન પર સિગરેટ પીવા ઉભા રહ્યા હતા તે દરમિયાન અમારા સમાજના રેહાન, મિરાજ તથા સોહિલ અને અન્ય એક શખ્સ ત્યાં આવ્યા હતા. જુના ઝઘડાની અદાવત રાખીને તેઓએ મારી સાથે ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. રેહાને ચાકુ વડે હુમલો કરી મારા ડાબા હાથે ઈજા પહોંચાડી હતી. મિરાજે ડંડા વડે મને માર માર્યો હતો જ્યારે અન્ય આરોપીઓએ પણ હુમલો કર્યો હતો. દરમિયાન પોલીસના માણસો આવી જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.