મોટાભાઇના અવસાનના આઘાતમાં નાનાભાઇનું પણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા બે સગાભાઇઓના ત્રણ દિવસમાં અવસાન થતા બંનેના પાર્થિવ દેહને મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે ગોત્રી હોસ્પિટલમાં દાન કરાયા છે.
ડભોઇ તાલુકાના મંડાળા ગામના મૂળ વતની અને વર્ષોથી વડોદરામાં હોટલ શરૃ કરીને સ્થાયી થયેલા ઠાકોરભાઈ મણીભાઇ પટેલ અને તેમના મોટાભાઈ મધુભાઈ પટેલ આ દુનિયામાં રહ્યા નથી. માત્ર ત્રણ દિવસના ટૂંકાગાળામાં બંને ભાઇઓના અવસાન થયા છે. મધુભાઇના પુત્ર ચિરાગે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મારો પુત્ર હિરમય ચાર વર્ષ અગાઉ ગોત્રી હોસ્પિટલમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતો હતો. તે સમયે તેણે એવી વાત કરી હતી કે, અમારે મેડિકલના અભ્યાસ માટે મૃતદેહની જરૃર પડતી હોય છે. પરંતુ, બહુ ઓછા દેહદાન થતા હોઇ અમને તકલીફ પડે છે. ત્યારે જ મારા પિતા મધુભાઇ અને કાકા ઠાકોરભાઇએ મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અવસાન પછી પોતાના દેહનું દાન કરવાનું નક્કી કર્યું હતું. ૨૦ મી તારીખે મારા પિતાનું અવસાન થયું હતું. તેના આઘાતમાં મારા કાકા ઠાકોરભાઇનું પણ અવસાન થયું હતું. તેઓની અંતિમ ઇચ્છા મુજબ, ગોત્રી હોસ્પિટલમાં દેહદાન કરાયું છે.




