અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજની કામગીરી આગળ ધપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અલકાપુરી ગરનાળાની સમસ્યા હલ કરવા માટે ભારતીય રેલવે દ્વારા રૃા.૧૬૬.૫૦ કરોડના ખર્ચે ફોર લેનના રોડ ઓવરબ્રિજના નિર્માણને મંજૂરી અપાઈ છે. પશ્વિમ રેલવેના વડોદરા વિભાગમાં બનનારા આ બ્રિજનો ખર્ચ રેલવે અને રાજ્ય સરકાર અર્ધો -અર્ધો ભોગવશે.
અલકાપુરી ગરનાળાની ૩ મીટરની જ ઊંચાઈ હોવાથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાતી હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.પીક અવર્સ દરમિયાન આ માર્ગ પર પ્રતિ કલાક ૧,૬૦૦થી વધુ વાહનો પસાર થાય છે. નવા ફોર લેનના ગ્રેડ-સેપરેટેડ રોડ ઓવરબ્રિજથી રેલવેની કામગીરીને ખલેલ પહોંચાડયા વિના ક્રોસિંગ સુવિધા ઊભી થશે. આ બ્રિજથી વડોદરા રેલવે સ્ટેશન, એસટી બસ ડેપો તેમજ આગામી હાઇસ્પીડ રેલવે સ્ટેશન વચ્ચેની માર્ગ જોડાણ વ્યવસ્થા વધુ મજબૂત બનશે એમ જણાવાયું છે.




