Baroda

RTO ઈ-ચલણની APK ફાઈલમાં વાયરસ! : ખાનગી ફાઈનાન્સ કંપનીના સંચાલકના ખાતામાંથી રૂ.2.49 લાખની ઓનલાઈન છેતરપિંડી

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના વિશ્વામિત્રી રોડ પર રહેતા હાર્દિક શાહ સાથે સાયબર છેતરપિંડી થઈ છે. અજાણ્યા શખ્સોએ RTO ઈ-ચલણની APK ફાઈલ દ્વારા તેમનો મોબાઈલ હેક કરી, બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ 2,49,989 રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા. હાર્દિક શાહે 1930 પર ફરિયાદ નોંધાવી હતી. રાવપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RTO ઈ-ચલણની APK ફાઈલમાં વાયરસ! : ખાનગી ફાઈનાન્સ કંપનીના સંચાલકના ખાતામાંથી રૂ.2.49 લાખની ઓનલાઈન છેતરપિંડી

Vadodara Cyber Crime : વિશ્વામિત્રી રોડ પર રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપની ધરાવતા હાર્દિક ચંદ્રકાંત શાહ સાથે સાયબર છેતરપિંડીનો બનાવ બન્યો છે. હાર્દિક શાહના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી અજાણ્યા શખ્સોએ જાણ બહાર ટુકડે ટુકડે કુલ રૂ.2,49,989ના ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી આચરી હતી.
હાર્દિક શાહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.21 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે તેમના મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો હતો. જેમાં તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તેમની જાણ બહાર રકમ ઉપડી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.
બીજા દિવસે તા.22 ઓગસ્ટના રોજ તેમના મોબાઈલ ફોનની તપાસ કરતા એક શંકાસ્પદ વાયરસવાળી RTO ઈ-ચલણની APK ફાઈલ મળી આવી હતી. આ ફાઈલ દ્વારા મોબાઈલ હેક કરી બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાર્દિક શાહે ત્યારબાદ મોબાઈલમાંથી આ APK ફાઈલ શોધી ડિલીટ કરી હતી.
આ સમગ્ર બનાવ અંગે રાવપુરા પોલીસે અજાણ્યા બેંક ખાતાધારકો સહિતના શખ્સો સામે ગુનો નોંધી ઓનલાઈન ટ્રાન્જેક્શન અને સાયબર છેતરપિંડીની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.