Baroda

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા CVCની ગાઈડલાઈનનો ભંગ : મામલો કોર્ટમાં જશે

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનમાં સ્થાયી સમિતિ દ્વારા કમિશનરની સત્તાનો દુરુપયોગ કરી, કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવા મુદ્દત અને રકમમાં વધારો કરી, ખોટી રીતે કામો મંજૂર કરાયા છે. કોંગ્રેસે આવા કામો નામંજૂર કરવા રજૂઆત કરી હતી. પૂર્વ વિપક્ષના નેતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. CVC ગાઈડલાઈનનો ભંગ કરી 6 કરોડના RCC રોડના કામને 12 કરોડ કરાયું, તેમજ અન્ય કામોમાં પણ વધારો કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા CVCની ગાઈડલાઈનનો ભંગ : મામલો કોર્ટમાં જશે

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં કેટલાક કામો કમિશનરની મળેલી સત્તામાં તેમજ નવું ટેન્ડર બહાર પાડવાને બદલે કોન્ટ્રાકટરને ફાયદો કરી આપવા કામની મુદ્દત અને રકમમાં વધારો કરી આપવાના નાહકના કામો ખોટી રીતે મંજૂર કરવામાં આવે છે. આવા કામો નામંજૂર કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેમ પૂર્વ વિપક્ષના નેતાએ મ્યુનિ.કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી છે.
સ્થાયી સમિતિ પૂર્વ ઝોનમાં આરસીસી રોડ બનાવવાના કામમાં રૂા.6 કરોડની મર્યાદા વધારી રૂા.12 કરોડ કરી છે તેમજ કોન્ટ્રાકટ લંબાવી દઈ ચીફ વિજીલન્સ કમિશનરની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો છે. એજ રીતે નવી વરસાદી ગટર બનાવવાના કામમાં રૂા.30 લાખનો વધારો અને ત્રણ મહિના કોન્ટ્રાકટ વધારીને પણ સીવીસીની ગાઈડલાઈનનો ભંગ કરે છે.
દક્ષિણ ઝોન વિસ્તારમાં સિવિલ કામના વાર્ષિક ઈજારામાં રૂા.2 કરોડની નાણાકીય મર્યાદા વધારવા તથા નવો ઈજારો થાય નહીં ત્યાં સુધી કોન્ટ્રાકટરને ફાયદો થાય તે રીતે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેમાં પણ સીવીસીની ગાઈડલાઈનનો ભંગ થયો છે. બિલ્ડીંગ પ્રોજેકટના સિવિલ કામના વાર્ષિક ઈજારામાં દોઢ કરોડનો વધારો કરવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઇ છે. ઉત્તર ઝોનમાં પથ્થર પેવિંગ કરવાનું કામમાં આઠ મહિનામાં એક કરોડના કાર્મો થઈ ગયા છે અને હવે કોન્ટ્રાકટ લંબાવવા અને વધુ એક કરોડની રકમ ફાળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તે તમામ દરખાસ્ત નામંજૂર કરવા માગણી કરી છે છતાં સ્થાયી સમિતિએ કામો મંજૂર કર્યા છે. જે સામે કોર્ટમાં કેસ દાખલ કરીશું.