Baroda

નારેશ્વરના શ્રી રંગઅવધૂત મંદિર પાસે દીપડાના આંટા ફેરાથી ગ્રામજનો ભયભીત

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક આવેલા પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે દીપડો દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા છે. કરજણ તાલુકાના આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે દીપડો આંટાફેરા મારી રહ્યો છે. ગઈકાલે રાત્રે મંદિર નજીક દીપડો ફરી દેખાતા એક ગ્રામજને વીડિયો ઉતાર્યો હતો. ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે, જેથી કોઈ જાનહાનિ ન થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

નારેશ્વરના શ્રી રંગઅવધૂત મંદિર પાસે દીપડાના આંટા ફેરાથી ગ્રામજનો ભયભીત

Vadodara News : વડોદરા પાસે આવેલા પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયની લાગણી આપી છે.
વડોદરા જિલ્લાના અનેક ગામોમાં મગરો બાદ વારંવાર દેખા દેતા દીપડાને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ગભરાટ જોવા મળે છે. કરજણ તાલુકામાં આવેલા યાત્રાધામ નારેશ્વર ખાતે છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે દીપડો આંટા ફેરા મારી રહ્યો છે. આ વિસ્તારમાં ટૂંકા ગાળામાં દીપડાએ કોઈના ઉપર હુમલો કર્યો હોય તેમ જાણવા મળ્યું નથી.
ગઈકાલે રાત્રે ફરીથી મંદિર નજીક દિપડો નજરે પડતા એક ગ્રામજને વિડીયો ઉતારી લીધો હતો. રસ્તા પાસે નાળાની પાળી ઉપર બેઠેલો દીપડો થોડીવાર બેસીને બાજુની ઝાડીમાં ઉતરી જતો જોવા મળે છે. નારેશ્વર મંદિરના યોગેશભાઈ વ્યાસે કહ્યું છે કે ગ્રામજનો સતર્ક રહે અને ફોરેસ્ટ વિભાગ પણ આ બાબતે નજર રાખી કાર્યવાહી કરે જેથી કોઈ જાનહાની ન થાય.