ન્યૂડ વીડિયો કોલ કરાવવાના રેકેટમાં દોઢ વર્ષમાં એક કરોડની કમાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ગ્રાહકો સામે નગ્ન થઇ અશ્લીલ હરકતો કરાવી કમાણી કરતા આરોપીએ દોઢ વર્ષમાં એક કરોડથી વધુની કમાણી કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આજે રિમાન્ડ પૂરા થતા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
માંજલપુર દરબાર ચોકડી પાસે પ્રકૃતિ ફ્લેટમાં બહારથી યુવતીઓેેને બોલાવી ઓનલાઇન ગ્રાહકો સામે નગ્ન થવાનું કહી રૃપિયાની કમાણી કરવામાં આવતી હોવાની માહિતી માંજલપુર પોલીસને મળી હતી. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ફ્લેટમાંથી યુ.પી.ની એક યુવતી મળી આવી હતી.આ રેકેટ ચલાવતા આરોપી મનીષ કનુભાઇ પઢિયાર (રહે. દુર્ગા હાઇટ્સ, સન સિટિ સામે, માંજલપુર) ની માંજલપુર પોલીસે ધરપક કરી હતી. માંજલપુર પી.આઇ. કે.એચ. ચૌધરીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી બે વખત રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે હાથ ધરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, આરોપી પોતે ભાડાના મકાનમાં રહે છે, પણ અશ્લીલતા પીરસવાના ધંધા માટે તેણે ફ્લેટ વેચાણથી લીધો હતો. જ્યાં તે યુવતીઓેને રાખતો હતો. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન પાંચ યુવતીઓ ફ્લેટમાં આવી હતી. ફ્લેટમાંથી પોલીસને વડોદરાની એક યુવતીનો પાસપોર્ટ મળ્યો છે. તે યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી છે. ઓનલાઇન એપ્લિકેશન મારફતે તેઓ ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. જેમાં અલગ - અલગ ૩૪ જેટલી સેવાઓ ગ્રાહકો પાસેથી પૈસા લઇને પૂરી પાડવામાં આવતી હતી. ગ્રાહકો પાસેથી પૈસા મનીષના એકાઉન્ટમાં આવતા હતા.છેલ્લા દોઢ વર્ષમાં આરોપીએ એક કરોડ ઉપરાંતની કમાણી કરી હતી. તેમાંથી નક્કી થયેલી રકમ તે યુવતીઓને ચૂકવી દેતો હતો. આરોપીના એકાઉન્ટમાંથી મળી આવેલા અન્ય ટ્રાન્જેક્શનો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.




