Baroda
શાકભાજીના પથારા હટાવી બે ટ્રક ભરી સામાન જમા લીધો
By GS Team
10 Sep 20261 min read
આજે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની દબાણ શાખાએ વોર્ડ નંબર-13ના માર્કેટ ચાર રસ્તા, પ્રતાપનગર, દંતેશ્વર રોડ અને એરપોર્ટ સર્કલ પાસેથી ફૂલ-શાકભાજીના પથારા સહિતના દબાણો હટાવ્યા. આ ઉપરાંત, વોર્ડ નંબર 18, 15, 14 અને 10માં પણ લારી-ગલ્લાં, શેડ સહિતના અનેક દબાણો દૂર કરી 2 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો.
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા આજે વોર્ડ નંબર-૧૩માં માર્કેટ ચાર રસ્તા ખાતેથી ફૂલના પથારાના, પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર તથા દંતેશ્વર રોડ પરથી શાકભાજીના પથારા અને એરપોર્ટ સર્કલ નજીકથી દબાણો દૂર કરી સામાન કબજે લેવાયો છે. તેમજ વોર્ડ નંબર ૧૮માં જીઆઈડીસી પાસેથી, વોર્ડ નંબર ૧૫માં વાઘોડિયા રોડ વિસ્તારમાં, વોર્ડ નંબર૧૪માં પદમાવતી શોપિંગ સેન્ટર નજીકથી તથા વોર્ડ નંબર ૧૦માં મકરંદ દેસાઈ રોડથી લારી-ગલ્લા, શેડ સહિતના દબાણો દૂર કરી બે ટ્રક ભરી માલ-સામાન કબજે લેવાયો છે.