Baroda

વડોદરા: ફોન હેક કરીને ફાર્માસ્યુટિકલ કંપનીની મહિલા મેનેજરના ખાતામાંથી 7.54 લાખ રૂપિયા પડાવ લીધા

By GS Team
25 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સમતા પોલીસ ચોકી સામે રહેતા અંકિતાબેન વીરોલા સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. 15 ઓક્ટોબર, 2026ના રોજ પિતાના નંબર પરથી આવેલી શંકાસ્પદ લિંક ખોલતા તેમના Axis અને SBI બેંક ખાતામાંથી કુલ 7,54,002 રૂપિયા ઉપાડી લેવાયા હતા. લક્ષ્મીપુરા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા આ રકમ કપાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ફોન હેક કરીને ફાર્માસ્યુટિકલ કંપનીની મહિલા મેનેજરના ખાતામાંથી 7.54 લાખ રૂપિયા પડાવ લીધા

Vadodara: સમતા પોલીસ ચોકી સામે સરદાર પટેલ હાઇટ્સમાં રહેતા અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા અંકિતાબેન રોશન કુમાર વીરોલાએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 15 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે આશરે 06:00 વાગ્યાની આસપાસ મારા પિતાના મોબાઈલ નંબર પરથી મારા વોટ્સએપ પર એક શંકાસ્પદ લિંક આવી હતી. આ લિંક વાહનનું સ્ટેટસ ચેક કરવા માટેની હોવાનું જણાવી ઓપન કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી મેં તે લિંક ઓપન કરી હતી, પરંતુ તેના લગભગ એક કલાક બાદ મારા ફોન પર સતત અલગ-અલગ નંબરોથી ઓટીપી (OTP) આવવા લાગ્યા હતા. મને શંકા જતા મેં તાત્કાલિક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને મારો ફોન ફોર્મેટ કરી નાખ્યો હતો.

ત્યારે તપાસ કરતા ખબર પડી કે મારા એક્સિસ બેંક (AXIS Bank) અને એસબીઆઈ બેંક (SBI Bank)ના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 7,54,002 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. એક્સિસ બેંકમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 7,38,000 રૂપિયા અને એસબીઆઈ બેંકમાંથી 16,002 રૂપિયા કપાઈ ગયા હતા.