Baroda

વડોદરા: મેડિકલ ઈક્વિપમેન્ટ ખરીદવાના બહાને રુ.3.13 લાખની ઠગાઈ

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાની મેડિકલ ઇક્વિપમેન્ટ કંપનીને અમદાવાદની મિલિટરી હોસ્પિટલના નામે બોગસ ઓર્ડર આપી 3.13 લાખની છેતરપિંડી થઈ છે. ગોત્રી રોડ પર મેડિકલ ઇક્વિપમેન્ટનો વેપાર કરતા પાયલબેન ઠક્કરને કૃણાલ ચૌધરીએ હોસ્પિટલના સ્ટોર મેનેજર તરીકે ઓળખ આપી હતી. ત્યારબાદ કુલદીપસિંઘે એકાઉન્ટન્ટ બની વેન્ડર રજિસ્ટ્રેશનના બહાને 3.13 લાખ ઓનલાઈન પડાવ્યા. સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ભેજાબાજો સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: મેડિકલ ઈક્વિપમેન્ટ ખરીદવાના બહાને રુ.3.13 લાખની ઠગાઈ

Vadodara: વડોદરાની કંપનીને અમદાવાદની મિલ્ટ્રી હોસ્પિટલના નામે મેડિકલ ઈક્વિપમેન્ટનો બોગસ પરચેશ ઓર્ડર આપી પેમેન્ટ આપવા માટે વેન્ડર રજિસ્ટ્રેશન કરાવવાના બહાને અજાણ્યા ભેજાબાજોએ 3.13 લાખની પડાવી લેતા કંપની સંચાલિકાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

ગોરવા વિસ્તારમાં રહેતા 40 વર્ષના પાયલબેન ઠક્કર ગોત્રી રોડ પર મેડિકલ ઈક્વિપમેન્ટના ટ્રેડિંગનો વેપાર કરે છે. એમણે પોલીસ ફરિયાદમાં કહ્યું કે ગઈ તા.26 ઓગસ્ટે કૃણાલ ચાૈધરી નામની વ્યક્તિએ અમદાવાદની ખાનગી હોસ્પિટલના સ્ટોર મેનેજરની ઓળખ આપી પેશન્ટ માટે વોર્મિગ યુનિટ અને ટ્રોલીની જરૃરિયાત જણાવી કોટેશન માંગ્યું હતું. ત્યારબાદ બંને ત્રણ ત્રણ નંગ ખરીદવાનું કહ્યું હતું. ત્યારબાદ 3 સપ્ટેમ્બરે કુલદિપસિંઘ નામની વ્યક્તિએ પોતાની ઓળખ મિલ્ટ્રી હોસ્પિટલ,અમદાવાદના એકાઉન્ટન્ટ તરીકેની આપી કહ્યું કે તમારા બેંક ખાતામાંથી લોગીન કરવું પડશે નહીં તો પેમેન્ટ લેટ થઈ જશે, જેથી મેં તેઓના કહેવા પ્રમાણે રુ.5નું ટ્રાન્જેક્શન કર્યું હતું. એમણે આપેલા ઓર્ડરના બીલની રકમ રુ.3,13,004 એમના કહેવા પ્રમાણે ટ્રાન્સફર કરી હતી. આ દરમિયાન મારી કંપનીનો કર્મચારી સામાનની ડીલીવરી કરવા મિલ્ટ્રી હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલ તરફથી આવો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નહીં હોવાની જાણ થઈ હતી. આમ, પરચેશ ઓર્ડર મોકલી મેડીકલ ઈક્વિપમેન્ટ મંગાવી તેનું પેમેન્ટ લેવા માટે વેન્ડર રજિસ્ટ્રેશનના બહાને કુલ રુ.3.13 લાખ ઓનલાઈન પડાવી છેતરપીંડી આચરી છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ભેજાબાજો સામે ગુનો નોંધ્યો છે.