વડોદરા રેલવે વિભાગે 4 રેલવે ફાટકો બંધ કર્યા, 3 અંડરબ્રિજનું કામ પૂર્ણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા રેલવે માળખાના આધુનિકીકરણ અંતર્ગત ઓક્ટોબર મહિનામાં ચાર રેલવે ફાટકો બંધ કરવામાં આવ્યા છે. જ્યારે આણંદ-ગોધરા રેલવે માર્ગ પર ત્રણ રેલવે ફાટકો પર અંડરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
નડિયાદ અને મોડાસા વિભાગ વચ્ચે ઓક્ટોબર મહિનામાં કુલ ચાર રેલવે ફાટકો કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. રેલવે તંત્રના જણાવ્યા મુજબ ફાટકો બંધ થવાથી ટ્રેનોની ગતિ અને સમયપાલનમાં સુધારો થશે તેમજ રેલવે અને માર્ગ વાહનવ્યવહાર વચ્ચે થતા સંભવિત અકસ્માતોનું જોખમ ઘટશે.
બીજી તરફ આણંદ-ગોધરા વિભાગમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઓક્ટોબર મહિના સુધીમાં ફાટક નંબર 10, 38 અને 64 પર રોડ અંડરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ અંડરબ્રિજ શરૂ થવાથી વાહનચાલકોને ટ્રેન પસાર થવાની રાહ જોવી નહીં પડે અને સમય તથા બળતણની બચત થશે.




