Baroda

વડોદરા: મહાદેવ તળાવ નજીક વુડાના મકાનમાં ચાલતા જુગારઘામ પર રેડ, 5 ઝડપાયા

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવ તળાવ નજીક વુડાના મકાનોમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અરવિંદ વસાવાના મકાનમાંથી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં દિપક રાજ, દશરથ દેવીપૂજક, યોગેશ વસાવા અને કિશોર કહારનો સમાવેશ થાય છે. પોલીસે રોકડા રૂ. 27,660, 1 મોબાઈલ ફોન અને પાના-પત્તા સહિત કુલ રૂ. 32,660નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: મહાદેવ તળાવ નજીક વુડાના મકાનમાં ચાલતા જુગારઘામ પર રેડ, 5 ઝડપાયા

Vadodara: વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ નજીકના વુડા (VUDA)ના મકાનોમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને કુલ ૫ ઇસમોને ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે, મહાદેવ તળાવ પાસે આવેલ વુડાના બ્લોક નંબર 18, મકાન નંબર 15માં રહેતો અરવિંદભાઇ મેલસિંગભાઇ વસાવા પોતાના મકાનમાં બહારથી લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે.

પોલીસે મકાનમાં દરોડો પાડતા, જુગાર રમતા 5 જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અરવિંદભાઇ વસાવા (મકાન માલિક), દિપકભાઇ રાજ, દશરથભાઇ દેવીપૂજક, યોગેશભાઇ વસાવા અને કિશોરભાઇ કહારનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓની પાસેથી રૂ. 27,660 રોકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રૂ. 5,000ની કિંમતનો 1 મોબાઈલ ફોન અને પાના-પત્તા સહિત કુલ રૂ. 32,660નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.