Baroda

વડોદરા: વર્ષો જૂના અને બિનકાર્યરત એર વાલ્વ બદલવા અંદાજ કરતાં 13.75 ટકા વધુ ખર્ચની દરખાસ્ત

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા મુખ્ય લાઈનો પરના જૂના એર વાલ્વ બદલવાની કામગીરી થશે. 74.63 લાખના અંદાજ સામે 84.89 લાખનો ખર્ચ થશે, જે 13.75% વધુ છે. હોનેસ્ટ એન્જિનિયરને આ કામ મળ્યું છે. સલાહકાર તરીકે રાય ઇન્દ્રા પ્રાઇવેટ લિમિટેડને 85,801 ચૂકવાશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: વર્ષો જૂના અને બિનકાર્યરત એર વાલ્વ બદલવા અંદાજ કરતાં 13.75 ટકા વધુ ખર્ચની દરખાસ્ત

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના મુખ્ય સ્ત્રોતોથી વિતરણ મથકો સુધી પાણી પહોંચાડતી મુખ્ય લાઈનો પર લગાવવામાં આવેલા એર વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વર્ષો જૂના અને બિનકાર્યરત એર વાલ્વને કારણે નવી વ્યવસ્થા ઊભી કરવાની તેમજ જૂના વાલ્વ બદલવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં બીજા પ્રયત્ને ચાર ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં હોનેસ્ટ એન્જિનિયરનું ભાવપત્રક અંદાજિત રૂ.74,63,472 કરતાં 13.75 ટકા વધુ એટલે કે રૂ.84,89,699નું રજૂ થયું છે. આમ, એર વાલ્વ બેસાડવા અને બદલવાની કામગીરી પાછળ અંદાજ કરતાં રૂ.10,26,227 વધુ ખર્ચ થશે.

આ ઉપરાંત કામગીરી માટે સલાહકાર તરીકે રાય ઇન્દ્રા પ્રાઇવેટ લિમિટેડને રૂ.85,801 ચૂકવવામાં આવશે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.