Baroda

વડોદરા પોલીસનું મિશન ક્લિનઃ80 સ્કૂલોના પ્રિન્સિપાલો સાથે ડ્રગ્સ બાબતે મીટિંગ,સ્વીપર પાસે માહિતી મેળવો

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાને નશામુક્ત કરવા પોલીસ કમિશનરે 80થી વધુ સ્કૂલોના આચાર્યો સાથે બેઠક યોજી હતી. કારેલીબાગની કોન્સેપ્ટ સ્કૂલમાં યોજાયેલી આ બેઠકમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રાખવા વાલીઓનો સંપર્ક કરવા અને શૈક્ષણિક સંકુલ આસપાસના શંકાસ્પદ લોકો પર નજર રાખવા સૂચન કરાયું. પટાવાળા અને સફાઈકર્મીઓની મદદ લેવા તેમજ ડ્રગ્સની આડઅસરો વિશે જાગૃતિ કાર્યક્રમો યોજવા અપીલ કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસનું મિશન ક્લિનઃ80 સ્કૂલોના પ્રિન્સિપાલો સાથે ડ્રગ્સ બાબતે મીટિંગ,સ્વીપર પાસે માહિતી મેળવો

વડોદરા શહેરને નશામુક્ત કરવાના અભિયાનના ભાગરૃપે આજે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ૮૦થી વધુ સ્કૂલોના આચાર્યો સાથે મીટિંગ કરી મહત્ત્વના સૂચનો કર્યા હતા.
વડોદરામાં ડ્રગ્સ સામેની ઝુંબેશને વધુ સફળ બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા આજે કારેલીબાગ રાત્રિ બજાર વિસ્તારની એક કોન્સેપ્ટ સ્કૂલમાં કારેલીબાગ,સમા, નિઝામપુરા જેવા વિસ્તારોની સ્કૂલોના આચાર્યો સાથે યોજાયેલી મીટિંગને સારો પ્રતિસાદ મળ્યો હતો.
પોલીસ કમિશનર દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચઢતા રોકવા માટે વારંવાર ગેર હાજર રહેતા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંપર્કમાં રહેવા અને શૈક્ષણિક સંકુલની આસપાસમાં જોવા મળતા શકમંદોની નોંધ રાખી પોલીસના સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની કુટેવો જાણવા માટે સ્કૂલના પ્યૂન અને સ્વીપર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ હોવાથી તેમને પણ વિશ્વાસમાં લેવા કહેવાયું હતું.સ્કૂલના મકાનના ક્યા ભાગેથી ગુટખા,બીડી-સિગારેટના ઠૂંઠા મળે છે તેની નોંધ રાખી વિદ્યાર્થી પર નજર રાખવા તેમની મદદ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડ્રગ્સની આડઅસરો તેમજ અવેરનેસના નિયમિત કાર્યક્રમો યોજવા સૂચન કરવામાં આવ્યું હતું.