Baroda

વડોદરા: દબાણ હટાવવાની કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ, ઝૂંપડાં હટાવ્યા, પથરા રહેવા દીધા

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં આજે લાલબાગ બ્રિજ નીચેથી અવધૂત ફાટક સુધીના 45 ગેરકાયદે ઝૂંપડાં પર દબાણ શાખાએ બુલડોઝર ફેરવ્યું. કપડાં અને ચણિયાચોળીના વેચાણ માટે ઊભા કરાયેલા આ દબાણો વ્હાલા-દવલાની નીતિના આક્ષેપો બાદ હટાવાયા. ભાજપના કાઉન્સિલરની રજૂઆત બાદ આ કાર્યવાહી થઈ, જેમાં ટ્રાફિકને નડતરરૂપ લારીઓ અને પથારાઓ હટાવાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દબાણ હટાવવાની કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ, ઝૂંપડાં હટાવ્યા, પથરા રહેવા દીધા

Vadodara: લાલબાગ બ્રિજ નીચેથી અવધૂત ફાટક સુધી કપડાં અને ચણિયાચોળીના વેચાણ માટે ઊભાં કરાયેલાં 45 ઝૂંપડાંનાં ગેરકાયદે દબાણો પર આજે દબાણ શાખાએ બુલડોઝર ફેરવી દૂર કર્યાં હતાં. દબાણ હટાવવાની કામગીરીમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 5 ઓક્ટોબરે ભાજપના કાઉન્સિલરે લાલબાગ બ્રિજથી અવધૂત ફાટક અને વિશ્વામિત્રી બ્રિજ સુધીના માર્ગ પર ટ્રાફિકને નડતરરૂપ લારીઓ અને પથારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. કેટલીક લારીઓ હટાવાઈ, જ્યારે અન્ય નડતરરૂપ લારીઓ સામે કાર્યવાહી ન થઈ હોવાના સવાલો ઉઠાવી તમામ માટે એકસરખા નિયમની માગ કરાઈ હતી.

આ ઉપરાંત, રેલવેની જૂની અને જર્જરિત દિવાલમાં તિરાડો પડી હોવા તથા ભૂતકાળમાં બે વખત દિવાલ ધરાશાયી થઈ હોવાનો દાવો કરીને ત્યાં બેસતા પથારાવાળાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો.