વડોદરા: વાડીમાં ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થતાં બે જૂથ વચ્ચે મારામારી : સામસામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લા ખાતે બાળકો દ્વારા ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટના અંગે બંને પક્ષો દ્વારા વાડી પોલીસ સ્ટેશનમાં સામસામી ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રથમ પક્ષના ફરિયાદી ઇર્શાદ નિઝામુદ્દીન બિલ્લાવાલાના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે આશરે 10:30 વાગ્યે તેમના સગાનો 8 વર્ષનો દીકરો જાવેદના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો. આ બાબતે જાવેદે વિરોધ કરી તેમના પરિવારજનો સાથે બોલાચાલી કરી હતી. ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા ઇર્શાદનો જમણો હાથ ખભામાંથી ઉતરી ગયો હતો, જ્યારે એક મહિલાને પણ કપાળના ભાગે ઈજા પહોંચી હતી.
સામા પક્ષે, જાવેદ ઉર્ફે પિન્ટુ સિદ્દીકભાઈ મસકવાલાએ આક્ષેપ કર્યો છે કે રાત્રે તેઓ પરિવાર સાથે જમી રહ્યા હતા ત્યારે બહાર બાળકોના ફટાકડા ફોડવા મુદ્દે શરૂ થયેલા વિવાદમાં જૈદ અલી મુર્તઝાઅલી સૈયદ અને મોઈન બિલ્લાવાલાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા જાવેદની પત્ની મુમતાઝના માથામાં લાકડી જેવા દંડાથી પ્રહાર કરવામાં આવતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.




