Baroda

વડોદરા: બસ સેવા શરૂ કરવાની મુદત વીતી, ધારાસભ્યની ખાતરી માત્ર લોલીપોપ બની!

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં કોયલી-ઊંડેરા રોડ પર આવેલી વેદ કોલેજના વિદ્યાર્થીઓએ શેરખી સુધી સિટી બસ સેવા શરૂ કરવાની માંગ સાથે કમિશનર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપ્યું. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશનથી શેરખી સુધી બસ ન મળતાં ખાનગી વાહનોનો આશ્રય લેવો પડે છે, જે મોંઘો અને સમય માંગી લેનારો છે. 10 ઓક્ટોબર સુધીમાં બસ સેવા શરૂ કરવાની ખાતરી છતાં અમલ ન થતાં વિદ્યાર્થીઓ ફરી રજૂઆત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: બસ સેવા શરૂ કરવાની મુદત વીતી, ધારાસભ્યની ખાતરી માત્ર લોલીપોપ બની!

Vadodara: કોયલી-ઊંડેરા રોડ પર આવેલી વેદ બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. કોલેજના વિદ્યાર્થીઓને અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે શેરખી સુધી સીટી બસ સેવા શરૂ કરવાની માગ ફરી ઉઠી છે. અગાઉ પણ કોલેજ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી બસ સેવા શરૂ ન થતાં આજે વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપી વહેલી તકે બસ સેવા શરૂ કરવાની માગ કરી છે.

કોલેજમાં વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે રોજ અવરજવર કરે છે. પરંતુ વડોદરા રેલવે સ્ટેશનથી શેરખી સુધી સીટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે સમયનો વેડફાટ થવાની સાથે મુસાફરીનો ખર્ચ પણ વધી રહ્યો છે.

કોલેજનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીનો હોવાથી વિદ્યાર્થીઓએ સવારે 9 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી શેરખી અને બપોરે 2:30 વાગ્યે શેરખીથી વડોદરા રેલવે સ્ટેશન સુધી સીટી બસ શરૂ કરવાની માગ કરી છે.

વધુમાં જણાવ્યા મુજબ, આ બસ સેવા શરૂ કરવામાં આવે તો માત્ર કોલેજના વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ શેરખી અને આસપાસના વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય મુસાફરોને પણ જાહેર પરિવહનની સુવિધા મળી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના ધારાસભ્યએ 10 ઓક્ટોબર સુધી સેવા શરૂ કરવાની બાહેધરી આપતા વિદ્યાર્થીઓએ અગાઉ આવેદનપત્ર આપવાનું ટાળી વાળ્યું હતું. પરંતુ ઉકેલ નહીં આવતા આજે ફરી આવેદનપત્ર આપ્યું છે.