Baroda

વડોદરા: સનફાર્મા રોડથી ભાયલી તરફના બ્રિજના પાયામાં નડતરરૂપ પાણીની લાઈન ખસેડવા અંદાજ કરતાં 17 ટકા વધુ ભાવ

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સનફાર્મા રોડથી ભાયલી તરફ નવા બ્રિજના નિર્માણ માટે મહત્વના સમાચાર છે. બ્રિજના પાયામાં નડતરરૂપ 700 MM અને 500 MM વ્યાસની પાણીની લાઈનો ખસેડવા રૂ. 31,55,949નો ખર્ચ થશે. અંદાજિત રકમ કરતાં 17% વધુ ખર્ચ છતાં, બજારભાવની સરખામણીમાં આ ભાવ વ્યાજબી જણાવાયો છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સનફાર્મા રોડથી ભાયલી તરફના બ્રિજના પાયામાં નડતરરૂપ પાણીની લાઈન ખસેડવા અંદાજ કરતાં 17 ટકા વધુ ભાવ

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા સનફાર્મા રોડથી ભાયલી તરફ નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રિજના પાયામાં નડતરરૂપ બનતી પાણીની 700 એમએમ અને 500 એમએમ વ્યાસની લાઈન ખસેડવાની કામગીરી કરવામાં આવશે.

આ કામગીરી માટે રૂ.26,97,392ના અંદાજિત ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, પ્રથમ બે પ્રયત્નમાં સફળતા ન મળતાં ત્રીજા પ્રયત્ને બે ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં ભાવેશકુમાર આર. પંડ્યાનું ભાવપત્રક અંદાજિત રકમ કરતાં 17 ટકા વધુ એટલે કે રૂ.31,55,949નું રજૂ થયું છે.

આમ, પાણીની લાઈન ખસેડવા માટે અંદાજ કરતાં રૂ.4,58,557 વધુ ખર્ચ થશે. જોકે, બજારભાવ અને એસ.ઓ.આર.ની સરખામણીમાં કોન્ટ્રાક્ટરનો ભાવ માત્ર 1.92 ટકા વધુ હોવાથી વ્યાજબી હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.