Baroda

વડોદરા: ફોર વ્હીલર વાહનો ભાડે ફેરવવા લઇ બારોબાર ગિરવે મૂકી દેતા બે ભેજાબાજ સામે ફરિયાદ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના સમા સાવલી રોડ પર રહેતા આલોક જામરે જીતેન્દ્રસિંહ સોલંકી અને રૂદ્રપાલસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. જાન્યુઆરી 2026માં આરોપીઓએ ગાડીઓ ભાડે રાખી, શરૂઆતમાં ભાડું ચૂકવ્યું, પરંતુ પછી બંધ કરી દીધું. આરોપીઓએ GPS સિસ્ટમ બંધ કરીને 6 ગાડીઓ ગીરવે મૂકી દીધી હતી. ફરિયાદના આધારે, 15,00,000ની સ્કોર્પિયો કાર પરત ન મળતા સમા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ફોર વ્હીલર વાહનો ભાડે ફેરવવા લઇ બારોબાર ગિરવે મૂકી દેતા બે ભેજાબાજ સામે ફરિયાદ

Vadodara: સમા સાવલી રોડ અર્થ એમરોઝિયામાં રહેતા અને ટ્રાન્સપોર્ટ તથા પ્રોપર્ટી દલાલીનો ધંધો કરતા આલોક અમૃતલાલ જામરે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી 2026માં અમદાવાદ ખાતે ગાડીઓ ભાડે આપતી જગ્યાએ મારી મુલાકાત જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સોલંકી સાથે થઈ હતી. તેણે મને સારો નફો અને ભાડું આપવાની લાલચ આપી મારી સ્વિફ્ટ કારના રોજના રૂપિયા 2000 અને સ્કોર્પિઓ કારના રોજના રૂપિયા 4500 નક્કી કરી અમારી સાથે મૌખિક વ્યવહાર શરૂ કર્યો હતો.

ત્યારબાદ તા 1 ફેબ્રુઆરી 2026થી શરૂ કરીને જુદી જુદી તારીખોએ મેં મારી તેમજ મારા મિત્રો જયેશભાઈ ગોસાઈ, હડદાસભાઈ મેર અને ભરતભાઈ મેર પાસેથી સ્વિફ્ટ અને સ્કોર્પિઓ મળી કુલ 6 ફોરવ્હીલર ગાડીઓ આ જીતેન્દ્રસિંહ સોલંકી અને તેના પાર્ટનર રૂદ્રપાલસિંહ ગોપાલસિંહ સોલંકીને ભાડે આપી હતી. શરૂઆતના થોડા મહિના તેઓએ ગૂગલ પે અને રોકડ દ્વારા ભાડું ચૂકવ્યું, પરંતુ પછીથી ભાડું આપવાનું બંધ કરી દીધું.

જ્યારે મેં તપાસ કરી ત્યારે મને એવી હકીકત જાણવા મળી કે આ બંને ઇસમો અમારી ગાડીઓમાં લગાડેલી જી.પી.આર.એસ. સિસ્ટમ બંધ કરી દેતા હતા અને ગાડીઓ અમારી જાણ બહાર અલગ-અલગ જગ્યાએ ગીરવે મૂકી દેતા હતા. મેં અને મારા મિત્રોએ સખત જહેમત અને પોલીસની મદદથી કેટલીક ગાડીઓ પાછી મેળવી હતી, પરંતુ મારા મિત્ર ભરતભાઈ મેરની માલિકીની અંદાજે રૂપિયા 15,00,000ની કિંમતની સફેદ રંગની મહિન્દ્રા સ્કોર્પિઓ કાર જીતેન્દ્રસિંહ સોલંકી લઈને આજદિન સુધી પરત ન આપી અને લાંબા સમયથી ખોટા વાયદાઓ આપતા રહ્યા.