વડોદરા: વાસણા રોડ પરની દુકાનમાંથી મોબાઇલ ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી શ્યામ પીવીસી નામની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરવાના ગુનાનો ભેદ ઉકેલી કપુરાઈ પોલીસે ઈમરાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખ (રહે .વુડાના મકાન એમ.એમ.વોરા શોરૂમની સામે, ડભોઈ રોડ)ને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ચોરીનો મોબાઈલ વેચવા માટે ફરી રહ્યો છે અને હાલ ડભોઈ રોડ પર આવેલા વુડાના મકાનના ગેટ પાસે ઊભો છે. જેના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો.
પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતાં ત્રણ દિવસ પહેલાં વાસણા રોડ પર આવેલી શ્યામ પીવીસી નામની દુકાનમાંથી મોબાઈલ ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મોબાઈલ કબજે કરીને ચોરીનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ઈમરાન સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી સહિતના અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે.




